કોરોના મહામારી દરમયાન SBI, HDFC, ICICI અને બેંક ઓફ બડૌદા સીનિયર સિટીઝન્સ માટે મે 2020માં ખાસ ઓફર લઈને આવી રહી છે. તે છે સિલેક્ટેડ મૈચ્યોરિટી પીરિયડ વાળી એફડીમાં સીનીયર સિટીજન્સને લાગુ વ્યાજ દર ઉપર 0.50 ટકા એટલે કે એકસ્ટ્રા વ્યાજની. એટલે કે રેગ્યુલર ગ્રાહકોને મળનારા વ્યાજથી 1 ટકા વધારાનું વ્યાજ. આ સ્કીમની ડેડલાઈન 31 માર્ચ, 2021 છે. એટલે કે અત્યારે સીનિયર સિટીઝનની પાસે ફાયદો લેવા માટે માર્ચ સુધી છેલ્લી તક છે.

SBIએ વધારી સમયની અવધિ
જો કે, દેશમાં સૌથી મોટી બેંક SBIએ તેને વધારીને 30 જૂન, 2021 કરી દીધી છે. હવે આ સ્કીમનો લાભ લેવા માટે વરિષ્ઠ નાગરિકોની પાસે ત્રણ મહિનાનો સમય છે.
SBI : SBIમાં વર્તમાનમાં સામાન્ય નાગરિકોની પાંચ વર્ષનો સમય સુધી એટલે કે 5.4 ટકા વ્યાજનો લાભ મળતો હતો. જ્યારે કોઈ વરિષ્ઠ નાગરિક સ્પેશલ એફડી યોજના હેઠળ એફડી લે છે તો તેને 6.20 ટકા વ્યાજ મળતું હતું. આ સ્કીમ 5 વર્ષ કે તેનાથી વધારે સમય માટે છે.

HDFC Bank : એચડીએફસી બેંકના સીનિયર સિટીઝન કેયર જૂ કરી હતી. બેંક આ ડિપોઝીટ ઉપર 0.75 ટકા વધારે વ્યાજ આપે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક એચડીએફસી બેંકના સીનિયર સીટીઝન કેયર એફડી હેઠળ ફિક્સ્ડ ડિપોઝીટ કરે છે તો એફડી ઉપર લાગુ વ્યાજનો દર 6.25 ટકા રહેશે.

બેંક ઓફ બડૌદા (BoB) : બેંક ઓફ બડૌદાની વિશેષ એફડી યોજના 5 વર્ષથી 10 વર્ષ સુધી જો કોઈ વરિષ્ઠ નાગરિક ફિક્સ્ડ ડિપોઝીટ કરાવે છે તો એફડી ઉપર લાગુ વ્યાજ દર 6.25 ટકા રહેશે.

ICICI Bank: ICICI બેંકે વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશલ એફડી સ્કીમ ICICI બેંક ગોલ્ડન ઈયર્સ સ્કીમ રજૂ કરી હતી. બેંક આ સ્કીમમાં 0.80 ટકા વ્યાજ ઓફર કરી રહ્યું છે. ICICI બેંક ગોલ્ડ ઈયર એફડી સ્કીમ વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 6.30 ટકા વ્યાજનો દર આપી રહી છે.
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો