GSTV

કૂકરની સીટી કે ફેરીયાના અવાજ… હવે WFHમાં વીડિયો કોલિંગ વખતે નહીં થાય કોઈ ડિસ્ટબન્સ, જાણો Googleના આ ખાસ ફિચર વિશે

Google

વર્ક ફ્રોમ હોમ(Work From Home) ની વચ્ચે વીડિયો કોલિંગ હંમેશા લોકો માટે પડકાર જ છે. ઓફિસના ટીમ મેમ્બર્સની સાથે ડિસ્કશનની વચ્ચે ઘરમાં અલગ અલગ પ્રકારના ઘણા અવાજ આવતા હોય છે. આ વચ્ચે ગુગલે પોતાના વીડિયો કોલિંગ ફિચર ગુગલ મીટ (Google Meet)ના નોઈસ કેન્સલેશન (Noise Cancellation)ને મોબાઈલ ફોન પર પણ શરૂ કરી દીધો છે.

અન્ય લોકોને નહીં સંભળાય તમારી આસ પાસનો અવાજ

ગુગલે પોતાના ઓફિશ્યલ બ્લોગ દ્વારા જણાવ્યું છે કે હવે ગુગલ મીટ નોઈસ કેન્સલેશન ફીચર મોબાઈલ ફોનમાં પણ શરૂ કરવામાં આવ્યું છે. હવે મોબાઈલથી વીડિયો કોલિંગ દ્વારા તમારી આસપાસનો અવાજ અન્ય લોકો નહીં સાંભળી શકે. તમને જણાવી દઈએ કે ડેસ્કટોપમાંથી ઉપયોગ થતા ગુગલ મીટમાં પહેલા જ આ નોઈસ કેન્સલેશન ફીચર હાજર છે.

Google

આ ઓપ્શનને બંધ જ રાખવામાં આવે છે

મામલા સાથે જાણકારોનું કહેવું છે કે ડિફોલ્ટ સેટિંગમાં ગુગલ નોઈસ કેન્સલેશનના ઓપ્શનને બંધ જ રાખવામાં આવે છે. મોબાઈલ પર જોબ કોઈ યુઝર ગુગલ મીટ દ્વારા વીડિયો કેલિંગ કરશે તો અથવા ફિચર ઈનેબલ કરવાનું રહેશે. તમારે સેટિંગમાં જઈને આ ફિચરને ઓન કરવાનું રહેશે.

ગુગલે મીટમાં નોઈસ કેન્સલેશન ફિચરને શામેલ કર્યું

જણાવી દઈએ કે અમુક સમય પહેલા જ ગુગલે મીટમાં નોઈસ કેન્સલેશન ફિચરને શામેલ કર્યું છે. આ ફિચર મફત નથી. કંપનીએ આ ફિચરને ફક્ત એજ યુઝર્સ સુધી સીમિત રાખ્યું છે જેમણે જી સૂટ (G-Suit)નું સબ્સક્રિપ્શન લીધુ છે.

Read Also

Related posts

ભૂલમાંથી શીખે તે બીજા AMC નહીં, 2019 માં કાંકરીયા રાઇડ્સ દુર્ઘટનામાં બે લોકોનો ભોગ લેનાર સુપર સ્ટાર કોન્ટ્રાકટરને ફરી આપ્યો કોન્ટ્રાકટ

Nilesh Jethva

કાર્ડ સ્વાઇપ કરાવતા પહેલા સાવધાન, શું આપનું કાર્ડ ક્લોન તો નથી થઇ ગયું ને ?

Nilesh Jethva

દશેરા અને દિવાળીના તહેવારો પહેલા આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, 500 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!