GSTV

મની લોન્ડરિંગ મામલામાં રૉબર્ટ વાડ્રાને રાહત, વિદેશ જવાની મળી પરવાનગી

Last Updated on September 13, 2019 by Mansi Patel

મની લોન્ડરિંગ કેસમાં આરોપી રૉબર્ટ વાડ્રાને શુક્રવારે એક મોટી રાહત મળી છે. રોઉઝ એવન્યૂ કોર્ટે તેમને વિદેશ જવાની પરવાનગી આપી દીધી છે. આ કેસમાં આગોતરા જામીન પર રહેવાને કારણે જામીન શરતો મુજબ, વાડ્રાએ વિદેશ જવા માટે કોર્ટની પરવાનગી લેવી પડે છે. જોકે, ઈડીએ વાડ્રાની અરજીનો એવું કહીને વિરોધ કર્યો હતો કે, તે વિદેશ જવાના બહાને તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. ઉલ્લેખનીય છેકે, વાડ્રા પર લંડનમાં 19 લાખ પાઉન્ડની કિંમતની સંપત્તિ ખરીદીમાં મની લોન્ડરિંગનો આરોપ છે.

કોર્ટે ઈડીના વાંધાને નજરઅંદાજ કર્યો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને દિલ્હીની વિશેષ કોર્ટે વિદેશ યાત્રાની મંજૂરી આપી છે. ઈડીનાં વાંધાઓને નજરઅંદાજ કરીને તેને મંજૂરી આપવામાં આવી છે. જોકે, મની લોન્ડરિંગ મામલામાં અગ્રિમ જમાનત પર ચાલી રહેલાં રોબર્ટ વાડ્રાએ વિદેશ જવાની પરવાનગી માગતે ઈડીએ તેનો વિરોધ કર્યો હતો.

લંડનમાં સંપત્તિની તપાસ કરી રહી છે ઈડી

સુનાવણી દરમ્યાન વાડ્રા તરફથી રજૂ કરાયેલાં વકીલોએ કોર્ટમાં કહ્યુ હતુકે, તપાસ એજન્સીનો વિરોધ ખોટો છે. અને ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. વાડ્રા તરફથી દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યુ છેકે, તેમને સ્પેન જવું છે. તેમણે પોતાના વેપાર માટે 21 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમ્યાન વિદેશ જવાની પરવાનગી આપવામાં આવે. આની પહેલાં પણ વાડ્રા કોર્ટની અનુમતિથી ઈલાજ કરાવવા માટે અમેરિતા અને નેધરલેન્ડ જઈ ચૂક્યા છે. પરંતુ તેમણે લંડન જવા માટે અનુમતિ મળી રહી નથી. કારણકે, કોર્ટે એવી આશંકા વ્યક્ત કરી હતી કે, વાડ્રાને બ્રિટન જવાની મંજૂરી આપવામાં આવશે તો તે પૂરાવાનો નાશ કરી શકે છે.

READ ALSO

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!