GSTV

Alert! રાશન કાર્ડ અપ્લાઈ કરતા ધ્યાન રાખજો, આ 5 સ્ટેપ કરશો ફોલો તો રહેશો ટેંશન ફ્રી

રાશન

જે તમે રાશન કાર્ડ બનાવવા જઈ રહ્યા છો તો તમારે આ 5 વાતોનું વિશેષ ધ્યાન રાખવું પડશે. તમે કેટલીક સતર્કતા રાખવી પડશે. તમે કેટલીક સતર્કતા રાકી આગળ આવનારી પરેશાનીઓથી બચી શકો છો. જે તમે રાશન કાર્ડના ફોર્મ વગર જાણ્યે ભરી દેશો તો, બાદમાં તમારી અરજી રદ પણ થઈ શકે છે. સૌ પ્રથમ તમારે આ ધ્યાન આપવુ પડશે કે, તમે જે રાશન કાર્ડ બનાવી રહ્યા છો, તે ક્યાં કેટિગરીનું હોવુ જોઈએ. તમે જે દસ્તાવેજ આપી રહ્યા છો, તે પ્રમાણિત છે કે નહી, તમારી ઉંમર સાચી છે કે, નહી, તમારા પરિવારના સભ્યોની ઉંમરમાં ગરબડી તો નથી. જણાવી દઈએ કે, તમારુ રાશન કાર્ડ તમારી આર્થિક સ્થિતિને જોઈને જ બનાવવામાં આવે છે.

રાશન કાર્ડ બનાવતા સમયે આ વાતોનું રાખો ધ્યાન

રાશન કાર્ડ બનાવવા રાજ્ય સરકારોની જવાબદારી હોય છે. દેશમાં આ સમયે 4 પ્રકારે રાશન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. કેટલીક રાજ્ય સરકાર પોતાના રાજ્યમાં અલગથી પણ રાશન કાર્ડ બનાવી રહી છે. તેથી જો તમે રાશન કાર્ડ બનાવે છે તો અરજી કરતા સમયે ફોર્મમાં ભૂલો કરવાથી બચો. પોતાની કેટિરીવાળા જ ફોર્મે ભરો. બીજી કેટિગરીનું ફોર્મ ભરી દેવાથી તમારુ રાશન કાર્ડ બનાવી શકતા નથી અથવા બનાવામાં ઘણી બધી સમસ્યાઓ હોય છે. મહત્તમ ફોર્મ બીજા કેટિગરીમાં ભરવાથી અરજી રદ કરી દેવામાં આવે છે. ઘણા રાજ્યોમાં રાશન મફત બને છે તો ઘણા રાજ્યોમાં તે માટે 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી લેવામાં આવે છે.

ઘણા ઓછા ભાવે અનાજ ખરીદી શકે છે

ઘણા પ્રકારના રેશનકાર્ડ હોય છે. રાશનકાર્ડ બનાવતા પહેલા તેમની આર્થિક સ્થિતિની જાણકારી મેળવવામાં આવે છે. નાણાકીય પરિસ્થિતિના આધાર પર તમારુ BPL, APL, AAY અને AY કાર્ડ્સ બનાવવામાં આવે છે. રાશનકાર્ડની મદદથી લોકો પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) હેઠળ વ્યાજબી ભાવોની દુકાનોમાંથી બજારભાવ કરતા ઘણા ઓછા ભાવે અનાજ ખરીદી શકે છે.

અરજી કરતા સમયે દસ્તાવેજ હોવા જોઈએ

રાશાન કાર્ડ બનાવવા માટે આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોઈ આઈકાર્ડ, હેલ્થ કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ આપવામાં આવી શકે છે. તે સિવાય પાન કાર્ડ, પાસપોર્ સાઈઝ ફોટો, આવકનું પ્રમાણ પત્ર, એડ્રેસના પ્રમાણની રીતે વિજળી બીલ, ગેસ કનેક્શન બુક, ટેલિફોન બિલ, બેન્ક સ્ટેટમેન્ટ અથવા પાસબુક રેંટલ, એગ્રીમેન્ટ જેવા ડૉક્યુમેન્ટ પણ લાગશે.

રાશન કાર્ડ થકી સબ્સિડી પર અનાજ મળે છે

રાશન કાર્ડ ભારત સરકારની એક માન્યતા પ્રાપ્ત સરકારી ડૉક્યૂમેન્ટ છે. રાશન કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેનાથી તમે સરકારી કામમાં વપરાશ કરશો જ અને ઘણા કામમાં આ તમારી ઓળખાણને પણ દર્શાવે છે. ખાસ કરીને આ સબ્સિડી પર અનાજ લેવા અને અન્ય સરકારી સુવિધાઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!