GSTV

કોરોના/ ત્રીજી લહેરની શરૂઆત પહેલાં અમદાવાદની આ હોસ્પિટલોમાં બાળકો માટે સ્પેશિયલ વ્યવસ્થા, જાણો સરકારની કેવી છે તૈયારીઓ

કોરોના

Last Updated on July 24, 2021 by Bansari

અમદાવાદના ચાંદખેડામાં આવેલી એસ.એમ.એસ.હોસ્પિટલમાં ત્રીજી વેવની તૈયારીઓ શરૂ કરાઇ છે.જયાં બાળકો માટે સ્પેશિયલ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.રાજ્ય સરકારના આદેશ બાદ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.સરકારી ગાઈડ લાઈન પ્રમાણે દર્દીઓને મુશ્કેલી વગર દાખલ કરવામાં આવશે.

કોરોના

ટોટલ 430 બેડ કોરોના દર્દીઓ માટે રાખવામાં આવશે

બાળકો માટે 90 બેડની વ્યવસ્થા ગોઠવાશે. જેમાં 15 વેન્ટિલેટરની સુવિધા હશે.અન્ય બેડ સાથે ટોટલ 430 બેડ કોરોના દર્દીઓ માટે રાખવામાં આવશે. જેમાં 30 વેન્ટિલેટર પણ ગોઠવી દેવામાં આવશે. ત્રીજી વેવને લઈ ડોકટર,નર્સિંગ, સફાઈ કર્મીઓને સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. સિવિલ  અને સોલા સિવિલ હોસ્પિટલ બાદ એસ.એમ.એસ.હોસ્પિટલમાં પણ વ્યવસ્થાઓ ગોઠવાશે.

કોરોના

સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારી શરૂ

રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારી ચાલુ કરવામાં આવી છે. ત્રીજી લહેરમા કોરોનાના કેસ વધારે આવે તો સિવિલમાં વધુ 5 નવા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ત્રીજી લહેર દરમ્યાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં  ઓક્સિજનની અછત નહી સર્જાય તેવો દાવો સિવિલના તબીબ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા નર્સિંગ સ્ટાફ અને પેરેમેડિકલ સ્ટાફની પણ અછત નહીં સર્જાય. સિવિલમાં નર્સિંગ સ્ટાફ સહિતને ટ્રેનિંગ આપવાનું ચાલુ કરાયું છે.

Read Also

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!