GSTV
Home » News » સંસદમાં સૌથી સક્રિય રહેતા આ સાંસદ સામે કોંગ્રેસ માટે જીત મેળવવી નહીં રહે આસાન

સંસદમાં સૌથી સક્રિય રહેતા આ સાંસદ સામે કોંગ્રેસ માટે જીત મેળવવી નહીં રહે આસાન

Madam family Jamnagar

જામનગર બેઠક પર ભાજપે ફરી વાર માડમ પરિવારને મેદાને ઉતાર્યા છે. તો સામે કોંગ્રેસમાં મુળુભાઇને ટીકિટ આપી છે. જામનગર બેઠકમાં આ વખતે પણ બે આહિર ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે. પૂનમ માડમને અહી ભાજપે રીપિટ કર્યા છે. તો કોંગ્રેસે મુળુભાઇને પહેલીવાર મેદાને ઉતાર્યા છે. માડમ પરિવારનો આ બેઠક પર દબદબો છે તો મુળુભાઇ કંડોરિયા દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ છે.

આ બેઠક પર ભાજપના પ્‍લસ પોઇન્ટની વાત કરીએ તો જામનગર બેઠક માટે સંસદમાં પૂનમબહેન સૌથી સક્રિય રહ્યા છે. તેમણે ૩પ૩ જેટલા સવાલો કર્યા છે. જામનગરમાં કોંગ્રેસ છોડીને આવેલા હકુભા. રાઘવજીની મતબેંકનો ફાયદો મળી શકે તેમ છે. અગાઉ ૧૯૮૯થી ૧૯૯૯ સુધી સતત પાંચ વાર આ બેઠક ભાજપ જીતી ચૂકી છે. તો માઇનસ પોઇન્ટની વાત કરીએ તો ખેડૂતોમાં ભાજપની કામગીરી સામે રોષ છે.

પાક વીમાને લઇને પણ અહી આંદોલનો થઇ ચૂક્યા છે. કોંગ્રેસના પ્‍લસ પોઇન્ટની વાત કરીએ તો વિધાનસભામાં કોંગ્રેસે અહી ભાજપને ચમકારો બતાવી દીધો હતો. ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ આંદોલનમાં સાથ આપી ચૂકી છે. જમીન માપણીના આંદોલનને પણ કોંગ્રેસ માટે આશા જન્માવી છે.  તો માઇનસ પોઇન્ટની વાત કરીએ તો અહી પણ કોંગ્રેસને જૂથબંધી નડી શકે છે. પાટીદાર આંદોલનની અસર ઓછી થઇ ચૂકી છે. કોંગ્રેસ પાસે આ વિસ્તારનો મોટો પાટીદાર નેતા નથી. આમ જામનગરમાં આ વખતે માડમ પરિવાર વચ્ચે જંગ નથી. પરંતુ જ્ઞાતિની રીતે એક જ આહીર ઉમેદવારો વચ્ચેની જંગ રોમાંચકતા જરૂર લાવશે તે નક્કી છે.

READ ALSO

Related posts

ભાવનગરમાં શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર કરતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો

Nilesh Jethva

ગાંધીજીની 150મી જન્મ જયંતની નિમિતે 800 કિમી સાયકલ યાત્રાનું આયોજન કરાયું

Nilesh Jethva

સીક્રેટ વીડિયો આવ્યો બહાર, ચીનમાં આંખો પર પટ્ટી બાંધી મુસ્લિમો સાથે થઈ રહ્યો છે જુલ્મ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!