GSTV
Trending સ્પેશ્યિલ-26

સંસદમાં સૌથી સક્રિય રહેતા આ સાંસદ સામે કોંગ્રેસ માટે જીત મેળવવી નહીં રહે આસાન

Madam family Jamnagar

જામનગર બેઠક પર ભાજપે ફરી વાર માડમ પરિવારને મેદાને ઉતાર્યા છે. તો સામે કોંગ્રેસમાં મુળુભાઇને ટીકિટ આપી છે. જામનગર બેઠકમાં આ વખતે પણ બે આહિર ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે. પૂનમ માડમને અહી ભાજપે રીપિટ કર્યા છે. તો કોંગ્રેસે મુળુભાઇને પહેલીવાર મેદાને ઉતાર્યા છે. માડમ પરિવારનો આ બેઠક પર દબદબો છે તો મુળુભાઇ કંડોરિયા દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ છે.

આ બેઠક પર ભાજપના પ્‍લસ પોઇન્ટની વાત કરીએ તો જામનગર બેઠક માટે સંસદમાં પૂનમબહેન સૌથી સક્રિય રહ્યા છે. તેમણે ૩પ૩ જેટલા સવાલો કર્યા છે. જામનગરમાં કોંગ્રેસ છોડીને આવેલા હકુભા. રાઘવજીની મતબેંકનો ફાયદો મળી શકે તેમ છે. અગાઉ ૧૯૮૯થી ૧૯૯૯ સુધી સતત પાંચ વાર આ બેઠક ભાજપ જીતી ચૂકી છે. તો માઇનસ પોઇન્ટની વાત કરીએ તો ખેડૂતોમાં ભાજપની કામગીરી સામે રોષ છે.

પાક વીમાને લઇને પણ અહી આંદોલનો થઇ ચૂક્યા છે. કોંગ્રેસના પ્‍લસ પોઇન્ટની વાત કરીએ તો વિધાનસભામાં કોંગ્રેસે અહી ભાજપને ચમકારો બતાવી દીધો હતો. ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ આંદોલનમાં સાથ આપી ચૂકી છે. જમીન માપણીના આંદોલનને પણ કોંગ્રેસ માટે આશા જન્માવી છે.  તો માઇનસ પોઇન્ટની વાત કરીએ તો અહી પણ કોંગ્રેસને જૂથબંધી નડી શકે છે. પાટીદાર આંદોલનની અસર ઓછી થઇ ચૂકી છે. કોંગ્રેસ પાસે આ વિસ્તારનો મોટો પાટીદાર નેતા નથી. આમ જામનગરમાં આ વખતે માડમ પરિવાર વચ્ચે જંગ નથી. પરંતુ જ્ઞાતિની રીતે એક જ આહીર ઉમેદવારો વચ્ચેની જંગ રોમાંચકતા જરૂર લાવશે તે નક્કી છે.

READ ALSO

Related posts

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદના નામે આપી 2-2 હજારની નોટ! બીજેપી અને TMC સામસામે

Vushank Shukla
GSTV