GSTV
Home » News » આ બેઠક પર સ્વચ્છ છબીની સામે રાજકારણના જૂના ખેલાડી વચ્ચે ખરાખરીનો ખેલ

આ બેઠક પર સ્વચ્છ છબીની સામે રાજકારણના જૂના ખેલાડી વચ્ચે ખરાખરીનો ખેલ

Madam family Jamnagar

ખેડા બેઠક પર ભાજપ માટે આ વખતે પડકાર આસાન નથી. ર૦૧૪માં જીતેલા દેવુસિંહ સામે કોંગ્રેસે આ વખતે બિમલ શાહને મેદાને ઉતાર્યા છે. ત્યારે જોઇએ આ બેઠકમાં કેવો જોવા મળશે જંગ.ર૦૦૯માં સીમાંકન બદલાયા બાદ આ બેઠક પર ઓબીસી મતદારોનો દબદબો છે. એટલે જ ભાજપે દેવુસિંહને ફરી મેદાને ઉતાર્યા છે. સામે કોંગ્રેસે ભાજપ છોડીને આવેલા બિમલ શાહને ટિકિટ આપી છે.

દેવુસિંહ ર૦૦૭માં માતરના ધારાસભ્ય રહી ચૂક્યા છે તો બિમલ શાહ કપડવંજના ધારાસાભ્ય અને પ્રધાન રહી ચૂક્યા છે. ર૦૦રમાં દેવુસિંહ એનસીપીમાંથી લડીને માતરમાં હાર્યા હતા. તો બિમલ શાહે ર૦૧૭માં કપડવંજમાંથી અપક્ષ લડીને મત તોડીને કોંગ્રેસને જીતાડી હતી. દેવુસિંહની ર૦૦૯માં દિનશા પટેલ સામે માત્ર ૭ર૧ મતોથી હાર થઇ હતી. તો કપડવંજમાં અપક્ષ તરીકે બીમલ શાહે ૪૬ હજાર મતોનો ભાજપને ફટકો માર્યો હતો.

આ બેઠક પર ભાજપના પ્‍લસ પોઇન્ટની વાત કરીએ તો દેવુસિંહની સ્વચ્છ છબી ભાજપને મદદ કરી શકે તેમ છે. દોઢ દાયકાથી રાજકારણમાં હોવા છતા કોઇ ગુનો નથી નોંધાયો. ખેડાની પાંચ વિધાનસભા બેઠકો ભાજપને મળી છે. ઓબીસી મતદારો પર દેવુસિંહની પકડ છે. માઇનસ પોઇન્ટની વાત કરીએ તો નડિયાદમાં ચરોતર પટેલોમાં થોડી ભાજપ તરફે નારાજગી છે. અમદાવાદના દસક્રોઇ અને ધોળકામાં ભાજપ વિરોધી માહોલ છે. ખેડૂતોની સમસ્યા પણ નડી શકે છે.

સામે તરફે કોંગ્રેસના પ્‍લસ પોઇન્ટ જોઇએ તો બિમલ શાહ રાજકારણના જૂના ખેલાડી છે. કપડવંજમાં તેમનો દબદબો છે. તેમના પટ્ટાના ઓબીસી મતદારોમાં પણ તેમની પકડ છે. પૂર્વ સાંસદ દિનશા પટેલનો પણ તેમને સાથ મળ્યો છે. તો માઇનસ પોઇન્ટની વાત કરીએ તો કોંગ્રેસની આંતરિક જુથબંધી નડી શકે છે. કાળુ ડાભીની નારાજગી પણ મુશ્કેલી સર્જી શકે છે. ખેડા બેઠક પર આ વખતે દેવુસિંહ માટે જીત આસાન નહી હોય.. કોંગ્રેસે બીમલ શાહને ટિકિટ આપીને અહી જોરદાર ટક્કરનુ રણશિંગુ ફૂક્યુ છે.

READ ALSO

Related posts

INDvWI: વિરાટ બન્યો ટી-20નો કિંગ, તોડ્યો ‘હિટમેન’નો મોટો રેકોર્ડ

Dharika Jansari

દિકરીનો 3 નરાધમો પાસે મા કરવાતી હતી બળાત્કાર, પતિને કરી દેતી હતી બેભાન

Mayur

ગુજરાત વિધાસભા સત્રને ઘેરવા આવેલા કુલ 900 લોકોની અટકાયત, અમિત ચાવડાના ફાટ્યા કપડાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!