દક્ષિણ ગુજરાતની એવી બેઠકની કે જ્યાં સત્તાના સિંહાસન સુધી પહોંચવા આદિવાસીઓને રિઝવવા જરૂરી છે. શેડ્યુઅલ ટ્રાઇબ એટલે કે એસટી માટેની અનામત આ બેઠક એટલે બારડોલી. નવા સીમાંકન બાદ લાગુ થયેલી બારડોલી બેઠક પર બંને ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો વિજય થયો છે. આથી જ આ વખતની ચૂંટણીમાં જીત મેળવી સરસાઇ મેળવવા બંને પક્ષો મરણીયા બન્યા છે. આદિવાસી સમાજને ધ્યાને રાખીને જે પક્ષ યોગ્ય ગણિત માંડી શકે તે પાસ થઇ શકે.
દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકો પર આદિવાસી સમાજનું સૌથી વધુ પ્રભુત્વ છે. અને શેડ્યુઅલ ટ્રાઇબ માટે અનામત એવી બારડોલી બેઠક પર એસટી સમુદાયની વસ્તી અંદાજે 33 ટકા જેટલી છે. આથી અહીં
આદિવાસી સમાજના મતદારો જ સત્તા સુધી પહોંચાડવામાં નિર્ણાયક સાબિત થતા રહે છે. 2008ના નવા સીમાંકન બાદ બારડોલી લોકસભા બેઠક લાગુ થઇ. જે બાદ 2009માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં પૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીએ ભાજપના રિતેશ વસાવાને હાર આપી હતી. પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રભુભાઇ વસાવાએ તુષાર ચૌધરીને હાર આપી સ્કોર બરાબર કરી લીધો. પ્રભુભાઇ વસાવાએ 1 લાખ 23 હજાર 884 મતની સરસાઇથી તુષાર ચૌધરીને હરાવ્યા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ તુષાર ચૌધરીએ હારનો સામનો કરવો પડ્યો.
જો કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં બારડોલી લોકસભા હેઠળની 7 વિધાનસભા બેઠકોમાંથી 3 બેઠક પર કોંગ્રેસે ખૂબ મોટી સરસાઇથી વિજય મેળવી ભાજપની મતબેંકમાં ગાબડું પાડ્યું. પરિણામે ભાજપની સરસાઇ ઘટીને ફક્ત 11 હજાર 958 મતની થઇ ગઇ. 2014 અને 2017ના ચૂંટણી પરિણામોનું અવલોકન કરીએ તો જોઇ શકાય છે કે 1 લાખ 16 હજાર 926 મત ભાજપથી કોંગ્રેસ તરફ વળ્યા છે.
2014માં ભલે અહીં ભાજપ જીત્યું હોય. પરંતુ 2019ની સ્થિતિ ઘણી જ અલગ છે. આથી ભાજપે આદિવાસી તેમજ અન્ય પછાત જ્ઞાતિઓને ધ્યાને રાખી ગણિત માંડવું પડશે બીજી તરફ કોંગ્રેસ ફરી તેમની પરંપરાગત આદિવાસી મતબેંકને કબ્જે કરવા આશાવાદી છે. કોંગ્રેસ જો જ્ઞાતિ-જાતિના ગણિતના અઘરા દાખલા ઉકેલી શકે તો ચોક્કસપણે ફરી એક વખત ભાજપને હરાવી શકે છે.
READ ALSO
- ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન
- હવે દિલ્હી મેટ્રો 100 કિમીની ઝડપે દોડશે, આટલા સમય વહેલા પહોંચશે એરપોર્ટ
- દિલ્હીથી અમૃતસર જઈ રહેલી ટ્રેનના 8 ડબ્બા જુદા પડી ગયા, લોક પિન ખુલી જતા આ ઘટના સર્જાઈ
- શું તમે Facebook, Twitter અને Amazon જેવી ઘણી પ્રખ્યાત બ્રાન્ડના મૂળ નામોથી પરિચિત છો ?
- રાજકોટ/ ગટર સાફ કરતા કોન્ટ્રાક્ટર-મજૂરના મોત મુદ્દે ડીસીપીએ મુલાકાત લીધી, પરીવારજનો સાથે થઈ શાબ્દિક માથાકૂટ