GSTV
Ahmedabad Trending ગુજરાત

ખાસ લોકો માટે સ્પેશ્યલ વ્યવસ્થા! વાહ તંત્ર વાહ! યુરોપથી આવેલ બિઝનેસમેનના ચાર્ટર્ડ વિમાન માટે કલાક પહેલા કર્યો રન-વે ઓપન

 એરપોર્ટ પર રન-વે રિશરફેસની કામગીરીને લઇ રન-વે સવારે 9 થી 6 કલાક બંધ રાખવામાં આવે છે કોઇ ફલાઇટમાં ટેકનીકલ કે મોડી પડી હોય તેવા કેસમાં જ રન-વે વધુ 15 મિનિટ ઓપન રાખવામાં આવે છે પરંતુ આજે યુરોપથી આવેલા એક બિઝનેસમેનના વિમાનના ટેકઓફ માટે અમદાવાદ એરપોર્ટ પર રન-વે કલાક પહેલા ખોલી દેવામાં આવ્યો હતો. 

અમદાવાદ એરપોર્ટ આજે યુરોપથી ચાર્ટર્ડ લઇને આવેલા એક બિઝનેસમેન માટે રન-વે બંધ હોવા છતાં ટેકઓફ માટે સ્પેશિયલ કેસમાં ઓપન રાખવા એરપોર્ટ તંત્રને ફરજ પડી હતી. જો કે કોઇ મેડિકલ ઇમરજન્સી ન હોવા છતાં એક મિટિંગ અર્થે પેરિસથી અમદાવાદ આવેલા બિઝનેસમેનના એરક્રાફટ માટે રન-વે સ્પેશિયલ ઓપન કરવા માટે કોઇ નિતી- નિયમનો ભંગ થયો છે કે કેમ?  તે અંગે એરપોર્ટ પર જોરશોરથી ચર્ચા ચાલી હતી. 

AMC

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બનાવવામાં આવેલા જનરલ એવિએશન ટર્મિનલ પર યુરોપના પેરિસ શહેરમાંથી એક બિઝનેસમેન સહિત ત્રણ સભ્યોની ટીમ સાથે બે કેપ્ટન અને એક ક્રુ મેમ્બર સહિત 6 મુસાફરો આજે  સવારે આઠ વાગે ચાર્ટર્ડ ફલાઇટથી અમદાવાદ આવ્યા હતા. જો કે ત્યારબાદ સવારે 9 થી સાંજે 6 કલાક દરમિયાન રન-વે રિકાર્પેટીંગને પગલે બંધ કરી દેવામાં આવ્યો હતો. 

આ બિઝનેસમેનને મિટીંગ પૂર્ણ કરી અમદાવાદથી પરત પેરિસ જવા રવાના થવાનું હતું. પરંતુ રન-વે સાંજે વાગે ઓપન થવાની રાહ જોવાય તેમ ન હતી, જેથી તેમના એરક્રાફટને પ્રાયોરોટિ ધોરણે ટેકઓફ કરાવવા માટે આજે બપોરે પાંચ વાગે રન-વે ઓપન કરાવાયો હતો તેમના વિમાનના ટેકઓફ કરાવ્યા બાદ પુન: બંધ કરી રિ-કાર્પેટીંગનું કામ આગળ વધારાયું હતું. રન-વે નોટમ જાહેર કરાયા બાદ અધ વચ્ચે રન-વે ઓપન કરાયો હોય તેવું પ્રથમ વખત બન્યુ છે. વિશ્વસનીય સુત્રોએ જણાવ્યુ કે આ બિઝનેસમેને  રન-વે નોટમના સમય દરમિયાન તેમના વિમાનના ટેકઓફ માટે અગાઉથી મંજૂરી લીધી હતી. જો કે આ ઘટનામાં કોઇ નિયમનો ભંગ થયો છે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા કરવા તૈયાર નથી.

Related posts

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

ગુજરાત કોંગ્રેસ! વિધાનસભા વિપક્ષના નાયબ નેતા ને મુખ્યદંડકની નિમણૂકના ઠેકાણા નથી, રવિવારે કોંગ્રેસના વિધાનસભ્યોની ચિંતન શિબિર

pratikshah

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah
GSTV