GSTV
Home » News » ભાજપનાં ચાણક્ય આવશે માદરે વતન, મતદારોનો આભાર માનવા કરશે સભાને સંબોધન

ભાજપનાં ચાણક્ય આવશે માદરે વતન, મતદારોનો આભાર માનવા કરશે સભાને સંબોધન

ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ જનતાનું અભિવાદન જીલી આભાર વ્યક્ત કરવા 29મી તારીખે ગુજરાત આવશે. શપથવિધી કાર્યક્રમમાં હાજરી આપશે અને નારણપુરામાં જનસભા સંબોધશે. ઉલ્લેખનિય છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગરથી ચૂંટણી લડી હતી જેમાં તેણે 5 લાખ 57  હજાર જેટલી જંગી લીડથી જીત મેળવી હતી. કોંગ્રેસના સી.જે.ચાવડાને માત આપી એલકે આડવાણીનો રેકોર્ડને તોડ્યો હતો.

ગાંધીનગર સીટ પર અમિત શાહે એલકે આડવાણીનો પણ રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવે અત્યાર સુધીનાં ભાજપનાં સૌથી વધુ સફળ અધ્યક્ષ તરીકે પંકાયેલા અમિત શાહ પોતનાં જ વિસ્તારમાં એટલે કે અમદાવાદનાં નારણપુરામાં આવીને સભા સંબોધશે. તેમજ ગાંધીનગર સીટનાં મતદારોનો આભાર વ્યક્ત કરશે.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીનાં ઘરે મળી બેઠક, પ્રિયંકા ગાધી સહિતનાં નેતાઓએ આ રણનીતિ ઘડી

Riyaz Parmar

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!