GSTV
Home » News » બોલતા તો બોલાઇ ગયું પણ હવે ગણપત વસાવાની મુશ્કેલી વધશે, ચૂંટણી પંચ કરશે કડક કાર્યવાહી

બોલતા તો બોલાઇ ગયું પણ હવે ગણપત વસાવાની મુશ્કેલી વધશે, ચૂંટણી પંચ કરશે કડક કાર્યવાહી

લોકસભા ચૂંટણીમાં નેતાઓ બેફામ નિવેદન આપી રહ્યા છે. તેમજ મત મેળવવા માટે નેતાઓ તમામ પ્રકારની મર્યાદા વટાવી રહ્યા છે. એત કરફ ચૂંટણી પંચે આવા બફાટ કરતા નેતાઓ પર લગામ કસી છે. બીજી તરફ નેતાઓનો બફાટ ચાલું જ છે. આચારસંહિતા માત્ર નામની હોય તેવી રીતે નેતાઓ ચૂંટણી પંચની ગાઇડલાઇનને ધ્યાને લીધા વગર પોતાનો લવારો ચલાવ્યા કરે છે. જાહેર જીવનની મર્યાદા જાણીને નેતાઓ પોતાનાં ભાષણો કરે તો સમજી શકાય છે,પરંતુ જ્યારે મૂળભૂત મુદ્દા પર કાંઇ બોલી શકાય તેમ ન હોય ત્યારે નેતાઓ વાહિયાત મુદ્દાઓ પર બફાટ કરીને પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે.

રાજ્ય સરકારમાં વન પ્રધાન અને સુરતની માંગરોળ વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય અને આદિવાસી નેતા ગણપત વસાવાએ નર્મદામાં ચૂંટણી સભા સંબોધન દરમિયાન કરેલા વિવાદીત નિવેદન મુદ્દે ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. રાજ્ય ચૂંટણી પંચે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને તપાસના આદેશ આપ્યા છે. ગણપત વસાવાએ રાહુલ ગાંધીની સરખામણી ગલુડિયાં સાથે કરતાં વિવાદ થયો.

નર્મદામાં ચૂંટણી સભા સંબોધતા ગણપત વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી સિંહ અને રાહુલ ગાંધીની સરખામણી ગલુડીયા સાથે કરી છે.. તેમજ પાકિસ્તાન વાળા રોટલી આપે તો પૂંછડી પટપટાવે છે. તેવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.  જો કે આ મામલે ચૂંટણી પંચ ગણપત વસાવા સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરે તો બધા નેતાઓ ઢંગધડો લેશે. જો કે હવે ચૂંટણી પંચ સિંહ સાબિત થશે કે દાંત-નખ વગરનો વાઘ તે સમય બતાવશે.

READ ALSO

Related posts

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં ગુજરાત એટીએસને મળી વધુ એક સફળતા, આ વ્યક્તિની કરી ધરપકડ

Nilesh Jethva

એર ઈન્ડિયા આવતા મહિનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર શરૂ કરશે નવી ઉડાનો

Mansi Patel

Twitterમાં નવો રેકોર્ડ : માત્ર 24 કલાકમાં એક્ઝિટ પોલના 5.60 લાખ Tweet આવ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!