GSTV

લો બોલો! ચોરોથી ATM તૂટ્યું નહી તો રસ્તે રઝળતું મૂકીને નાસી છૂટ્યાં, પોલીસને પણ છૂટ્યો પરસેવો

તેલંગાણામાં ચોરો વિચિત્ર કામ કરીને નાસી છૂટ્યા હતા. જેમાં તસ્કરો એક ATM ચોરીને લઈને ભાગ્યા હતા, પરંતુ આ ATM તૂટ્યું નહી તો ચોરો થાકી અને ત્રાસીને તેને રઝળતું મૂકીને ભાગી ગયા હતા આ ઘટનાની સમગ્ર ગ્રામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે ATMમાં રોકડા રૂપિયા 2.27 લાખ હતા. ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. આ વિચિત્ર ઘટનાં રવિવારે તેલંગાણામાં રૂદ્રમ ગામમાં થયું હતું. ત્યાંથી ચોરી કરેલું ઇન્ડિકેશની માલીકીનું એટીએમ ચોરો તોડી નહીં શક્યા તો તેને રસ્તામાં મૂકીને ભાગી ગયા હતા. રૂદ્રમમાં એટીએમ સેન્ટરમાં બે મશીન હતા જે પૈકી એકને ચોરોએ ચોર્યું હતું. જેમાં ૨.૨૭ લાખ રૂપિયા હતા. ગ્રામજનોએ બે પૈકીનું એક મશીન નહીં જોતાં તેમણે પોલીસને જાણ કરી હતી.

ATMમાં રોકડા રૂપિયા 2.27 લાખ હતા

રવિવારે રાત્રે સવા બે વાગે આ ઘટના બની હતી અને એજ દિવસે સાંજે ચાર વાગે મશીન રસ્તામાં બિનવારસી હાલતમાં મળ્યું હતું, એમ પતનચેરુ પોલીસે કહ્યું હતું. સ્થાનિકોએ મશીનને જોતા પોલીસને જાણ કરી હતી.ત્યાર પછી મશીનની રોકડને ઇન્ડિકેશને સોંપવામાં આવી હતી.પોલીસે કેસને ઉકેલવા શ્વાન ટીમ અને ક્લુઝની મદદ લીધી હતી.

ચોરો તોડી નહીં શક્યા તો તેને રસ્તામાં મૂકીને ભાગી ગયા

પતનચેરુમાં પત્રકારો સાથેની વાતમાં સર્કલ ઇન્સપેકટર નરેશે કહ્યું હતું ‘આ ચોરી કરવામાં કુલ છ લોકો સંડોવાયેલા હતા. પકડાઇ ના જવાયનાં ડરથી તેમણે વાહનની પણ ચોરી કરી હતી.જો કે હજુ સુધી અમને ચોરાયેવું વાહન મળ્યું નથી, પણ અમારા પ્રયત્નો સતત યથાવત છે..પોલીસે ઘટનાના સીસીટીવી ફુટેજ મેળવી લીધા હતા અને ગુનેગારોને પકડવા માટે અન્ય પોલીસ સ્ટેશનોએ તેમના ફોટા મોકલી અપાયા હતા.પોલીસે વિવિધ કલમો હેઠળ અજા ણ્યા લોકો સામે કેસ કર્યો હતો.

READ ALSO

Related posts

કોરોનાનો કહેર: દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કોરના દર્દીમાં ચિંતાજનક વધારો

pratik shah

દેશભરમાં જ્યાં સૌથી વધારે કેસો છે એ મહારાષ્ટ્રના મુંબઈના ચાર તબીબોનો રિપોર્ટ Corona પોઝિટીવ

Bansari

3300 નહીં 44,000 હજારો લોકોનાં ચીનમાં થયાં છે મોત, સરકાર આંકડા છુપાવતી હોવાનો આ લોકોનો દાવો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!