GSTV
News Trending World

અમેરિકામાં બની વિચિત્ર ઘટના  / ફ્લાઈટમાંથી અચાનક તણખા નીકળવા લાગ્યા

અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર એક ફ્લાઇટ ત્યારે જોખમી બની ગઈ જ્યારે તેની એક વિંગમાંથી તણખા નીકળવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્લેનમાંથી સળગી ગયેલો કાટમાળ જોવા મળ્યો હતો. આ ફ્લાઇટ યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ હતી, જે નેવાર્કથી બ્રાઝિલના સાઓ પાઉલો જઈ રહી હતી. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ગયા છે.

એરો એક્સપ્લોરરે વધુમાં જણાવ્યું કે, આ એરક્રાફ્ટ બોઈંગ 777-200ER હતું. આઉટલેટે Flightradar24 ને ટાંકીને કહ્યું કે, આ ફ્લાઇટના દોઢ કલાક પછી નેવાર્ક એરપોર્ટ પર પાછી લેન્ડ થઈ હતી.

આ ફૂટેજ જોઈને ટ્વિટર યુઝર્સ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં છે. એક યુઝરે જણાવ્યું કે કારણ કે કોઈએ તેમનો ફોન એરોપ્લેન મોડ પર નથી રાખ્યો,  બીજા યુઝરે લખ્યું – ભયંકર છે પરંતુ પાઈલટનો આભાર કે પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું. આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ જૂના વિમાનોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Also Read

Related posts

વધુના સ્તન અને માથા પર થુંકીને આપવામાં આવે છે આશીર્વાદ, સદીઓથી નિભાવવામાં આવે છે આ પરંપરા

Damini Patel

દક્ષિણ આફ્રીકા ટી-20 શ્રેણી / દિપક હુડ્ડા ઈજાગ્રસ્ત, આ 3 ખેલાડીઓને કરાયા ટીમ ઈન્ડિયામાં સામેલ

Hemal Vegda

વ્યાજખોરોનો ત્રાસ/સુરતમાં વ્યાજખોરીના નામે દાદાગીરી કરતા બે શખ્સને પોલીસે દબોચ્યા, મારઝૂડ કરી કરતા હતા દબાણ

HARSHAD PATEL
GSTV