GSTV
Home » News » Whatsappમાં 7 મિનિટ નહીં 7 દિવસ સુધીના મોકલાયેલા મેસેજ લઇ શકાશે પાછા

Whatsappમાં 7 મિનિટ નહીં 7 દિવસ સુધીના મોકલાયેલા મેસેજ લઇ શકાશે પાછા

આજે ભાગ્યે જ કોઇ મોબાઇલ યુઝર્સ Whatapp થી અજાણ હશે. દુનિયામાં સૌથી વધારે યૂઝ કરવામાં આવતા ઇસ્ટન્ટ મેસેજિંગ એપ Whatapp ગત કેટલાક મહીનાઓથી પોતાના નવા ફીચરને લઇને ફરી ચર્ચામાં છે. અને Whatappનું આ ફિચર્સ મોકવામાં આવેલા મેસેજને ડિલીટ કરવા અંગે છે. જે હેઠળ સેન્ડર અને રિસીવર બન્ને તરફના મેસેજ ડિલીટ કરવામાં આવી શકે છે.

આ ફિચર્સનો ઉપયોગ મેસેજ સેન્ડ કરવાની 7 મિનિટની અંદર જ કરવામાં આવી શકે છે. તેના બાદ ડિલીટનું ઓપ્શન મળતું નથી. જોકે તમે તમારા ચેટમાંથી તેને ક્યારે પણ ડિલીટ કરી શકો છો. પરંતુ બીજા એન્ડથી તે ડિલીટ થઇ શકતું નથી. જોકે હવે તેમાં એક પેંચ સામે આવી રહ્યું છે.

પેંચ અથવા સમસ્યા એક સ્પેનિશ બ્લોગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જો તમે ઇચ્છો તો 7 મિનિટ બાદ પણ મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરી શકાશે.

એન્ડ્રોડ જેફે Whatappમાં એક ખામી શોધ્યાનો દાવો કર્યો છે જે ઇન્ડિવિઝ્યુલ અને ગ્રુપ બન્નેમાં જોવા મળે છે. જોકે આ ખામી હોવા છતા 7 દિવસ સુધી મેસેજ ડિલીટ કરી શકાશે. આ બ્લોગમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે મોકલાવામાં આવેલા મેસેજોને 7 મિનિટ જ નહીં પરંતુ 7 દિવસોની અંદર પાછા લઇ શકાય છે.

સૌથી પહેલા તો વાઇફાઇને ઓફો કરી લો અને મોબાઇલ ડેટાને ઓન કરો. ત્યારબાદ સ્માર્ટફોનની સેટિગ્સમાં જઇને Whatapp એપ પર ક્લિક કરો. અહીં તમને ફોર્સ સ્ટોપનું ઓપ્શન મળશે, જેના પર ક્લિક કરો. સ્ટોપ કર્યા બાદ ફોનના ડેટ અને ટાઇમના સેટિંગ્સમાં જાવ. અહીં જઇને તમે પોતાના ફોનનો ડેટા અને ટાઇમનો દિવસ તે દિવસ નો કરી દો જ્યારે તમે Whatapp પર તે મેસેજ મોકલ્યો હતો. જેને હવે ડિલીટ કરવા માંગો છો.

હવે Whatapp ચેટમાં જઇને તે મેસેજ પર લોંગ ટેપ કરો અને ડિલીટ ફોર એવરિવન પર ક્લિક કરી મોકલવામાં આવેલો મેસેજ ડિલીટ થઇ જશે. જોકે કેટલાક યુઝર્સે જણાવ્યું કે તેમને આ મુશ્કેલીઓ જોવા મળી રહી નથી.

Related posts

કેતન ઈનામદાર બાદ ભાજપના આ બે ધારાસભ્યોએ માંડ્યો મોરચો, સીએમને પત્ર લખતા રાજકારણ ગરમાયું

Nilesh Jethva

Jio પણ UPI પેમેન્ટ શરૂ કરવાની કરી રહી છે તૈયારી, Google Pay, Paytm અને PhonePeને મળશે ટક્કર

Mansi Patel

Whatsappમાં આવી ગયું એ ફીચર જેની યુઝર્સ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતાં, આ રીતે કરો એક્ટિવેટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!