GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

લૉકડાઉનથી પરેશાન મહિલાની ધીરજ ખૂટી, રસ્તા વચ્ચે કપડા ઉતારીને મચાવ્યો હંગામો

લૉકડાઉન

દુનિયાભરમાં લોકો હવે કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનથી પરેશાન થવા લાગ્યાં છે. લોકો ઘરમાંથી બહાર નીકળવા માગે છે. પરંતુ પ્રતિબંધોના કારણે નીકળી નથી શકતાં. સ્પેનમાં એક મહિલાએ પહેલા તો લોકડાઉનનું ઉલ્લંઘન કર્યુ. જ્યારે પોલીસ તેને પકડીને કોર્ટ લઇ ગઇ તો તેણે પોતાના બધા જ કપડા ઉતારીને ખૂબ જ હોબાળો કર્યો.

સ્પેનમાં લોકડાઉનને લઇને ખૂબ જ સખત પગલા લેવામાં આવ્યાં છે. કોઇને પણ બહાર નીકળવાની પરવાનગી નથી. પરંતુ  41 વર્ષીય મહિલાને ઘરમાં રહેવુ પસંદ ન આવ્યું. તે લોકડાઉનનો નિયમ ભંગ કરીને ઘરની બહાર નીકળી ગઇ.

પરંતુ આ મહિલાએ કોઇ બીજુ ખોટુ કામ નથી કર્યુ. તે ઘરેથી નીકળી અને ટોરેમોલિનોસ વિસ્તારમાં કામ કરી રહેલા મેડિકલ સ્ટાફનો ઉત્સાહ વધારવા માટે રસ્તા પર ઉભી રહીને તાળી વગાડી રહી હતી.

ત્યારે જ પોલીસ તેને ઉઠાવીને કોર્ટ લઇ ગઇ. કોર્ટે તે મહિલાને જામીન પર ચેતવણી આપતા છોડી મુકી. પરું કોર્ટની બહાર આવતા જ મહિલાએ પોતાના તમામ કપડા ઉતારી દીધાં અને હોબાળો મચાવ્યો.

આ વચ્ચે તે પોલીસની કાર પર પણ ચડી ગઇ. તે બાદ પોલીસે તેને ઘેરી લીધી. તે કપડા પહેરવા તૈયાર ન હતી. મજબૂરીમાં પોલીસે તેને કપડામાં લપેટીને એક એમ્બ્યુલન્સમાં નાંખીને ઘરે મોકલવી પડી.

સ્પેનમાં આ સમયે કોરોના વાયરસના કારણે 1.77 લાખથી વધુ લોકો બિમાર છે. આ ઉપરાંત 18,579 લોકોના મોત થઇ ચુક્યાં છે. સ્પેન મોત અને સંક્રમિતોના મામલે દુનિયામાં બીજા સ્થાને છે.  

Read Also

Related posts

POKમાં બૌધ સ્થાપત્ય તોડવા સામે ભારતે વાંધો લીધો, પાકિસ્તાનને કરી આ ઓફર

Dilip Patel

ત્રણ એરપોર્ટના ડેવલપમેન્ટ માટે મોટા ઉદ્યોગપતિએ હાલમાં સક્ષમ ન હોઈ ડેડલાઈન વધારવા કરી માગ

Harshad Patel

સીતારમન હટશે: દેશમાં મોદી સરકારમાં આ બની શકે છે નવા નાણામંત્રી, જાણીતા છે બેંકર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!