GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

જમીન ખોદતી વખતે આવી રહ્યો હતો ટન ટન અવાજ, માટી કાઢી તો નીકળ્યું…

પાઇપ લાઇન નાખવાનું કામ ઝડપથી થઇ રહ્યું હતું. કુહાડી પર કુહાડીઓ ફટકારવામાં આવી રહી હતી. એવામાં એક મજૂરની કુહાડી જોરથી ટકરાઇ. હાથમાં ધ્રૂજારી ફેલાઇ ગઇ. મજૂરે પરસેવો લૂંછ્યો. આડે પાઇપ જેવું આવી ગયાનું લાગતા ફરી કામ શરૂ કરવામાં આવ્યું. હાથમાં રહેલી કુહાડી અને પાવડાને ફરી ફટકારવામાં આવ્યા, પણ ફરી ઠનનનનન અવાજ આવતા આ વખતે મજૂરો પણ સતર્ક થઇ ગયા. કારણ કે કંઇક તૂટ્યું હોવાનો અણસાર આવ્યો હતો.

થોડીવાર બાદ હાથમાં રહેલી કોદાડી છોડી મજૂરોએ ત્યાં હાથ નાખ્યા અને તેમના હાથમાં આવી એક અજીબ વસ્તુ. મજૂરો એ જે વસ્તુને જમીનની બહાર નીકાળી હતી તે કોઇ સાધારણ  નહોતી. આ હજારો સાલ જૂનો ખજાનો હતો. જ્યારે આ ખજાનો મજદૂરોના હાથમાં લાગ્યો તો તેમની ખુશીનું ઠેકાણું ન રહ્યું. મીડિયા રિપોર્ટના પ્રમાણે જમીનની નીચે 19 મટકા નીકળ્યા. જેમાં હજ્જારોની સંખ્યામાં સોનાના સિક્કા ભરેલા હતા. સિક્કા ચાંદી અને તાંબાના હતા. જ્યારે સિક્કાઓની હકિકત તપાસવામાં આવી ત્યારે તો ખરેખર તમામ લોકો હેરાન થઇ ગયા.

જે સિક્કાઓ જમીનની નીચેથી મળ્યા હતા તે 1600 વર્ષ જૂના હતા. રિપોર્ટ પ્રમાણે સિક્કાઓનું ચલણ 4થી શતાબ્દિના રોમનકાળ સાથે સંલગ્ન હતું. આ સિક્કાઓની કિંમત હજ્જારો કરોડ રૂપિયા હતી. જમીનની નીચે મળેલા આ સિક્કાઓમાંથી 10ની સ્થિતિ ઘણી સારી છે જેથી તેને મ્યુઝિયમમાં રાખાશે.

મજૂરોને મળેલા આ સિક્કાનું વજન લગભગ 600 કિલો આંકવામાં આવી રહ્યું છે. આ ઘટના સ્પેનના ટોમોરેસ સિટી નામના પાર્કમાં બની હતી. જ્યાં પાઇપ લાઇન નાખવાના કામના સમયે મજૂરોના હાથમાં આ સિક્કા આવી ગયા હતા.

Related posts

અમદાવાદ : પોલીસમાં વધી રહેલા સંક્રમણને લઈને અધિકારીઓ માટે જાહેર કરાઈ સૂચના

Nilesh Jethva

લોકડાઉન : છૂટક બજારોમાં અનાજના ભાવ આસમાને, હોલસેલના વેપારીઓના કાળાબજાર

Nilesh Jethva

મહેસાણામાં ડોક્ટર સહિત બે વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જિલ્લામાં કુલ 88 કેસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!