GSTV

સ્પેનના ડેપ્યુટી PMનો Corona રિપોર્ટ પોઝીટીવ, લાશો સાથે રહેવા મજબૂર થયા લોકો

corona

સ્પેન દુનિયાનો ચોથો એવો દેશ છે જ્યાં Corona વાયરસનાં સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવ્યાં છે. જ્યારે તેના કારણે થયેલા મોતની સંખ્યા એટલી વધી ગઇ છે કે સ્પેન આ મામલે ચીનને પણ પાછળ છોડી બીજા નંબરે પહોંચી ગયુ છે. સ્પેનમાં ગત 24 કલાકમાં  Corona સંક્રમણના 7457 નવા કેસ સામે આવ્યાં છે અને અત્યાર સુધીમાં 49515 લોકો Coronaની ઝપેટમાં આવી ચુક્યા છે. અહીં બુધવારે Corona 656 લોકોને ભરખી ગયો અને અહીં મોતનો આંકડો 3647 થઇ ગયો છે. તેવામાં સ્પેનના ઉપ પ્રધાનમંત્રી કાર્મેન કાલ્વોનો પણ Corona વાયરસ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

કાર્મેન કાલ્વોનો મંગળવારે ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને બુધવારે રાતે આવેલા રિપોર્ટમાં તે Corona પોઝીટીવ આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 62 વર્ષીય કાર્મેન કાલ્વો ચાર દિવસોથી બિમાર હતા અને સેલ્ફ આઇસોલેશનમાં પણ ચાલ્યા ગયાં હતાં. તે ઘણાં દિવસોથી ઘરેથી કામ કરી રહ્યાં હતાં. કાલ્વોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમના પરિવાર અને સ્ટાફના સભ્યોને પણ ક્વોરેન્ટાઇનમાં મોકલી દેવામાં આવ્યા છે. આ તમામના નિરિક્ષણ માટે મેડિકલ બોર્ડ પણ બનાવવામાં આવ્યું છે.

coronaના કારણે લાશો સાથે રહેવા મજબૂર થયા લોકો

તેવામાં Coronaના પ્રકોપ વચ્ચે સ્પેનમાં હ્રદયદ્રાવક દ્રશ્યો સામે આવી રહ્યાં છે. હોસ્પિટલોને સંક્રમણમુક્ત કરવા માટે સૈનિકોએ લોકોને ગંદકી અને તે સંક્રમિત શબો વચ્ચે રહેતા જોયા. જેને લઇને આશંકા છે કે તેમના મોત Corona વાયરસના કારણે થયા છે. આ અંગે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે.રક્ષા મંત્રી માર્ગરિટા રોબલ્સે જણાવ્યું કે વૃદ્ધોને સંપૂર્ણ રીતે તેમના હવાલે છોડી દેવામાં આવ્યા અથવા તો કેટલાંકને તેમના બેડ પર જ મૃત છોડી દેવામાં આવ્યાં. કેટલાંક નર્સિંગ હોમ અને કેટલીક લાશો મળી આવી છે.

જો કે તેમણે તે અંગે કોઇ જાણકારી નથી આપી કે આ હોસ્પિટલ ક્યાં છે અને કેટલાં શબ મળી આવ્યાં છે. સ્પેનમાં મંગળવારે 6,584 નવા સંક્રમણના રેકોર્ડ કેસ સામે આવ્યાં છે અને કુલ સંક્રમિત લોકોની સંખ્યા 39,673 પહોંચી ગઇ છે. સાથે જ મૃતકોની સંખ્યા 2,696 પહોંચી ગઇ છે. સ્પેનની રાજધાનીમાં જ અત્યાર સુધી 1,535 લોકોના મોત થઇ ચુક્યા છે. સ્પેનના સ્વાસ્થ્ય આપાત કેન્દ્રના પ્રમુખ ફર્નાન્ડો સિમોને કહ્યું કે, આ એક મુશ્કેલ અઠવાડિયુ છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 5400 સ્વાસ્થ્યકર્મી આ વાયરસથી સંક્રમિત થઇ ચુક્યા છે.

ઓલ્ડ એજ હોમમાંથી મળી 19 લાશો

તેની પહેલાં મેડ્રિડના મોંટે હર્મેંસો ઓલ્ડ એજ હોમમાંથી 19 લાશો મળી આવી હતી. તે બાદ સ્પેનમાં આવેલા રિટાયરમેન્ટ હોમ્સની હાલતને લઇને સવાલ ઉભા થયા હતા. આ ઓલ્ડ એજ હોમમાં 130થી વધુ લોકો રહી રહ્યાં હતાં. જેમાંથી 70 લોકો Coronaની ઝપેટમાં આવી ગયાં હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મળી આવેલી 19 લાશોમાંથી 15ના મોત Coronaના કારણે થયાં છે. સ્પેનના અખબાર El Paisમાં પણ દેશભરના અનેક રિટાયરમેન્ટ હોમ્સની હાલત ખરાબ હોવા અને વૃદ્ધોના મરવાની ખબરો પ્રકાશિત થઇ ચુકી છે.

Read Also

Related posts

ગુજરાતના 4 શહેરના 10 વિસ્તારોને સરકારે કલસ્ટર કવોરંટિન જાહેર કર્યા, અમદાવાદમાં સૌથી વધારે ખતરો

Karan

દબંગખાન પણ કોરોનાથી ડરી ગયો: અહીં થયો છે કેદ, પિતાને જોવા જવાની પણ હિંમત નથી

Ankita Trada

સોશિયલ મીડિયા પર ભૂલથી પણ ના કરતા ટિકા-ટીપ્પણી, અમદાવાદનો યુવક જેલભેગો થયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!