GSTV
Gujarat Government Advertisement

જલ્દી કરો તક ચૂકી ના જતા / આ કંપની આપી રહી છે અવકાશ યાત્રા કરવાની ઉત્તમ તક, આ છે છેલ્લી તારીખ

Last Updated on May 7, 2021 by Dhruv Brahmbhatt

  • અમેઝોનના માલિક જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિનએ સમગ્ર વિશ્વ માટે ઓફર ખુલ્લી મૂકી
  • કોઈ પણ વ્યક્તિ https://www.blueorigin.com/ પર જઈને નામ નોંધાવી શકશે
  • સિલેક્ટ થશે તેને 100 કિલોમીટર ઊંચે જવા મળશે

આગામી 20મી જુલાઈએ બ્લુ ઓરિજિન પોતાનું સ્પેસક્રાફ્ટ અવકાશમાં મોકલશે. કંપનીના સ્પેસક્રાફ્ટ ન્યૂ શેફર્ડમાં નક્કી કરેલા એસ્ટ્રોનોટ (અવકાશયાત્રીઓ) ઉપરાંત એક સિટ સામાન્ય નાગરિકો માટે અનામત રાખવામાં આવશે. જે વ્યક્તિ કંપનીની શરતોનું પાલન કરશે તેને આ સિટ જીતવાનો મોકો મળી શકે છે. જે વિજેતા થશે તેને 20મી જુલાઈએ 10 મિનિટ માટે સ્પેસમાં જવા મળશે. અંદાજે 100 કિલોમીટર ઊંચેથી એ પ્રવાસી ધરતીને જોઈ શકશે.

https://www.blueorigin.com/ પર રજીસ્ટ્રેશન શરૂ

કંપનીએ એ માટે રજીસ્ટ્રેશન પોતાની સાઈટ https://www.blueorigin.com/ પર ચાલુ કરી દીધું છે. સામાન્ય રીતે આવી ઓફરમાં જે-તે દેશના નાગરિકને જ પ્રવેશ મળતો હોય છે. પરંતુ બ્લૂ ઓરિજિનની આ સ્કીમનો લાભ ગમે તે દેશનો ગમે તે નાગરિક લઈ શકે છે. એનો અર્થ એ થાય કે કોઈ ગુજરાતી સિલેક્ટ થાય તો એ પણ સ્પેસમાં જઈ શકશે.

જે વ્યક્તિ મહત્તમ ડોનેશન આપશે તેને જ આ સીટ મળશે

એ માટે કંપનીએ ડોનેશનની શરત રાખી છે. જે વ્યક્તિ મહત્તમ ડોનેશન આપી શકશે, તેને જ આ સીટ મળશે. ફોર્મ ભરતી વખતે વ્યક્તિ પોતે કેટલું ડોનેશન આપવાની છે એ પણ જણાવવાનું રહેશે. એ વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રહેશે. બ્લૂ ઓરિજિન આ પૈસા પોતાની પાસે નથી રાખવાની પણ એ રકમ તેના ફાઉન્ડેશનને જશે. જે ફાઉન્ડેશન બાળકોના ઉજ્જવળ ભાવિ માટે કમ કરે છે. ટૂંકમાં વધુ પૈસા આપી શકશે એવી વ્યક્તિ તેમાં જઈ શકશે.

બ્લૂ ઓરિજિનના આ પ્રવાસમાં કુલ છ સીટ

એ ઉપરાંત બીજી શરત એ છે કે ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. ત્રીજી શરત એ છે કે વજન 50થી 100 કિલોગ્રામ વચ્ચે હોવું જોઈએ. ચોથી શરત એ છે કે સંભવિત પ્રવાસીની ઊંચાઈ 5 ફીટથી લઈ 6 ફીટ 4 ઈંચ વચ્ચેની હોવી જોઈએ.

ન્યૂ શેફર્ડ સ્પેસક્રાફ્ટ પ્રવાસ દરમિયાન કેરેમન લાઈન તરીકે ઓળખાતી અંતરીક્ષની રેખા પાર કરશે. આકાશ પુરું થાય અને અવકાશ શરૂ થાય એ ભાગને વિભાજન કરતી રેખા કેરેમન લાઈન કહેવાય છે. આ રેખા ધરતી પરથી 100 કિલોમીટર ઊંચી છે.

અત્યાર સુધીમાં ધરતી પરથી 569 વ્યક્તિ જ કેરમન લાઈનની ઉપર પહોંચી શક્યાં છે. જે કોઈ વ્યક્તિ સિલેક્ટ થશે એનો સમાવેશ આ એલિટ ક્લબમાં થશે.

બ્લૂ ઓરિજિનના આ પ્રવાસમાં કુલ છ સીટ છે. તેમાંથી પાંચમાં કંપનીના કર્મચારીઓ અને અન્ય વીઆઈપી હશે. એક સિટ હરાજીમાં વિજેતા થનાર વ્યક્તિ માટે રિઝર્વ રખાશે. 19મી મે સુધીમાં અરજી કરી શકાશે.

પસંદ થનાર વ્યક્તિને કંપની કેટલીક તાલીમ પણ અપાશે

અવકાશમાં પ્રવાસ કરવો શરીર માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે એટલે પસંદ થનાર વ્યક્તિને કંપની કેટલીક તાલીમ પણ અપાશે. 1969માં અવકાશયાત્રીઓ સાથે એપોલો-11 ચંદ્ર પર 20મી જુલાઈએ ઉતર્યું હતું. તેના 52 વર્ષ નિમિત્તે 20મી જુલાઈની તારીખ પસંદ કરાઈ છે. મે 1961માં અમેરિકા વતી એલન શેફર્ડ સ્પેસમાં પહોંચનારા પ્રથમ નાગરિક બન્યા હતા. તેના 60 વર્ષને પણ આ આયોજનમાં ધ્યાને લેવાયા છે.

કંપનીએ મૂકી છે આ શરતો

  • જે વ્યક્તિ મહત્તમ ડોનેશન આપી શકશે, તેને જ આ સીટ મળશે
  • ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ
  • વજન 50થી 100 કિલોગ્રામ વચ્ચે હોવું જોઈએ
  • સંભવિત પ્રવાસીની ઊંચાઈ 5 ફીટથી લઈ 6 ફીટ 4 ઈંચ વચ્ચેની હોવી જોઈએ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!