ગગનયાનનાં અવકાશયાત્રીઓ સ્પેસસૂટ સામે જોઈને વડોદરાને યાદ કરશે, કારણ કંઈક એવું છે કે…

ગગનયાન મિશન હેઠળ પહેલી વખત ઈસરો ભારતના અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યુ છે. ગગનયાન મિશનને લોન્ચ કરવા માટે ૨૦૨૧-ડિસેમ્બરની ડેડલાઈન નક્કી કરાઈ છે. નોંધ લેવા જેવી વાત એ છે કે ભારતના આ મહત્વકાંક્ષી મિશનમાં વડોદરાનો પણ મહત્વનો ફાળો રહેશે. વડોદરાની કંપની ઈસરોના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર સાથે મળીને ગગનયાનના અવકાશયાત્રીઓ માટેનો સ્પેસ સૂટ બનાવી રહી છે.

અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી એક્ઝિબિશનમાં સ્પેસસૂટની ઝલક પણ રજુ કરવામાં આવી હતી.કંપનીના એમડી નિતિશ દાંડના કહેવા પ્રમાણે સ્પેસ સુટ માટે જે મટિરિયલ વપરાવાનુ છે તેની લેબોરેટરી ટ્રાયલ પુરી થઈ ચુકી છે. સ્પેસ સુટનુ વેક્યુમ ચેમ્બરમાં પણ ટેસ્ટિંગ કરાયુ છે. સ્પેસ સુટ પહેરીને અવકાશયાત્રીઓ વચ્ચે થતી વાતચીત માટેની કોમ્યુનિકેશન ટેકનોલોજી, શરીરનુ તાપમાન, ઓક્સિજન અને કાર્બન મોનોક્સાઈડનુ પ્રમાણ જાણવા માટેના બાયોસેન્સર્સ, પ્રેશર મેનેજમેન્ટ સિસ્ટમ એમ તમામ ટેકનોલોજી સ્વદેશી ધોરણે વિકસિત કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યુ હતુ કે આ સ્પેસ સુટ અન્ય દેશોના અવકાશયાત્રીઓ જે સ્પેસ સુટનો ઉપયોગ કરે છે તેના કરતા વજનમાં ૨૦ ટકા હળવો હશે.આ સુટ માઈનસ ૪૦ ડિગ્રીથી લઈને ૮૦ ડિગ્રી સુધીના તાપમાનમાં પણ અવકાશયાત્રીઓને સુરક્ષીત રાખી શકશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter