GSTV

અંતરિક્ષનો આનંદ/ 400 કરોડ રૂપિયા ખર્ચવાની તાકાત હોય તો તમે પણ બની શકો અવકાશ યાત્રી, આ 3 લોકો જશે સ્પેસ સ્ટેશન

ધરતીથી લગભગ 420 કિમી ઉપર અંતરિક્ષમાં આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન છે. અહીં જવાનું કેટલાય લોકોને મન કેટલાય લોકોને કરતા હશે. તમે પણ જઈ શકો છો. જો તમારી પાસે 400 કરોડ રૂપિયા ખર્ચવાની તાકાત હોય તો. ધરતી થી ત્રણ અબજોપતિ લોકો સ્પેસ સ્ટેશન જવાની તૈયારી કરી રહ્યા છે. એટલા માટે દરેક અબજોપતિને 400 કરોડ રૂપિયાથી વધારે દેવા પડશે. આવો જાણીએ કે આ પૈસાદાર લોકો કોણ છે? આ ક્યારે અને કેવા સ્પેસ સ્ટેશનની યાત્રા પર જશે? તેણે કઈ સ્પેસ એજન્સી અંતરિક્ષમાં લઈ જશે.

દરેક યાત્રી 55 મિલિયન ડોલરનો કરશે ખર્ચ

મંગળવાર અર્થાત 26 જાન્યુઆરીએ અમેરિકાના ફ્લોરિડા સ્થિત કેપ કૈનવરલમાં પહેલા પ્રાઈવેટ સ્પેસ સ્ટેશન ક્રૂનો પરિચય કરાયો છે. અંતરિક્ષમાં જનારા આ ક્રૂમાં ત્રણ યાત્રી છે. એમાં દરેક એક યાત્રી 55 મિલિયન ડોલર્સ અર્થાત 400 કરોડ રૂપિયાથી વધારે પેમેન્ટ કરી રહ્યા છે. આ લોકો સ્પેસ એક્સ રોકેટથી સ્પેસ સ્ટેશન જવા રવાના થશે.

ઈન્ટર નેશનલ સ્પેસ પરની આ છે પહેલી મુસાફરી

આ ત્રણેય યાત્રિઓના નામ છે ઈટન સ્ટિબે, માર્ક પૈથી અને લૈરી કોર્નર. આ લોકોને સ્પેશ સ્ટેશનની યાત્રા પર આવતા વર્ષે જાન્યુઆરીમાં લઈ જવામાં આવશે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારી આ પહેલી પ્રાઈવેટ ફ્લાઈટ હશે. આ લોકોને અંતરિક્ષ યાત્રા પર લઈ જવાની જવાબદારી પૂર્વ નાસા એસ્ટ્રોનોટ માઈકલ લોપેજ અલેગ્રિયાની હશે. માઈકલ હવે હ્યુસ્ટન સ્થિત એક્સીઓમ સ્પેસ નામની કંપનીમાં કરે છે. એક્સીઓમ સ્પેસ ના ચીફ એક્ઝીક્યુટિવ માઈક સફ્રેડિનીએ જણાવ્યું હતું કે, સ્પેસ સ્ટેશનની અત્યાર સુધી કોઈએ પ્રાઈવેટ મુસાફરી કરી નથી. આ પહેલીવાર હશે જ્યારે આ ત્રણેય પર્સનલ મુસાફરી માટે અંતરિક્ષમાં જશે. માઈક સફ્રેડિની પહેલા નાસામાં સ્પેસ સ્ટેશન મેનેજર રહી ચૂક્યા છે. માઈક સફ્રેડિનીએ જણાવ્યું કે માઈકલ લોપેજ અલેગ્રિયા સ્પેસ સ્ટેશનની ફ્લાઈટ અને સ્પેસ સ્ટેશન બાબતે વાકેફ છે. બાકી ત્રણેય એવા લોકો છે જે અંતરિક્ષમાં સ્થિત સ્પેસ સ્ટેશનની યાત્રા કરવામાં સક્ષમ છે. તેઓ એટલા રૂપિયા ખર્ચ કરી શકે છે. એટલા માટે અમે તેમને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન લઈ જવાનો મોકો આપી રહ્યા છીએ.

ત્રણેય મુસાફરો 8 દિવસ સુધી સ્પેસ સ્ટેશનમાં રહેશે

આ ત્રણેય મુસાફરો 8 દિવસ સુધી સ્પેસ સ્ટેશનમાં રહેશે. તેઓને આવવા જવામાં એકથી બે દિવસ લાગશે. આ સ્પેસએક્સના ડ્રૈગન કેપ્સૂલથી સ્પેસ સ્ટેશન સુધી મોકલવા અને પરત લાવવામાં આવશે. રશિયા વર્ષ 2001થી સતત સ્પેશ સ્ટેશન પર યાત્રીઓને મોકલી રહ્યા છે. કેટલાક વર્ષો પછી રિચર્ડ બૈસનનની વર્જિન ગેલેક્ટિક અને જેફ બેજોસની બ્લુ ઓરિજીન પણ કસ્ટમર્સથી પૈસા લઈને સ્પેશ સ્ટેશનની યાત્રા કરાવશે. પરંતુ કેટલાક વર્ષો પછી એટલો ખર્ચો નહીં આવે. લોકો સિટના પૈસા આપશે, સ્પેશ સ્ટેશનની પાસે જઈને થોડીવાર ફરીને પરત આવી જશે.

ત્રણેય લોકોનો આ છે પોર્ટફોલિયો

એક્સીઓમના પહેલા કસ્ટમર લેરી કૌર્નર છે. ઓહાયોના ડેટન નિવાસી રીયલ એસ્ટેટ બિઝનેસમેન અને ટેક એયરપ્રેન્યોર છે. માર્ક પૈથી કેનેડિયન ફાઈનાન્સર છે. જ્યારે ઈટન સ્ટિબે ઈઝરાયેલી બિઝનેશમેન છે. ઈટન સ્ટિબે ઈઝયારેલના પહેલા એસ્ટ્રોનોટ ઈલાન રામોનના જૂના મિત્ર છે. ઈલાન રામોન વર્ષ 2003માં કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગતા હતા.

મેડિકલ ટેસ્ટ અને 15 અઠવાડિયાની ટ્રેનિંગ પછીથી મળશે મંજૂરી

માઈક સફ્રેડિનીએ જણાવ્યું કે આ ત્રણે ફરવા માટે નહીં જાય. તેમને સ્પેસ સ્ટેશનમાં રહેતા કામ પણ કરવું પડશે. આ લોકો સાયન્સ રિસર્ચ પણ કરશે. સાથે જ કેટલિક વસ્તુઓ શીખશે. માઈકલ લોપેઝ અલેગ્રિયા પહેલા પણ સ્પેશ સ્ટેશનમાં રહી ચૂક્યા છે. તેઓ કેટલિય વાર સ્પેશ સ્ટેશન બહાર સ્પેશ વોક પણ કરી ચૂક્યા છે. ત્રણેય અંતરિક્ષ યાત્રીઓએ સ્પેસ સ્ટેશન પર જતા પહેલા મેડિકલ ટેસ્ટ પાર કરવાનો રહેશે. 15 અઠવાડિયાની ટ્રેનિંગ લેવી પડશે. લેરી કોર્નર જો સ્પેશ સ્ટેશન જશે તો તેઓ જોન ગ્લેન બાદ બીજા સૌથી વૃદ્ધ એસ્ટ્રોનોટ હશે. લેરીની ઉંમર 70 વર્ષની છે. આ પહેલા 1998માં 77 વર્ષીય જોન ગ્લેન સ્પેશ સ્ટેશન ગયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કંગના રાણાવતે પોતાના જન્મને લઇ કર્યો મોટો ખુલાસો, જયારે ઘરેમાં પેદા થઇ હતી બીજી છોકરી

Sejal Vibhani

વ્હાઇટ હાઉસને ફરીથી કબ્જે કરવાનો ટ્રમ્પનો હુંકાર: મોદીના દોસ્તે હાર બાદ પ્રથમવાર જ જાહેરમાં ભારતને ઉતારી પાડ્યું

Mansi Patel

રસીકરણ/ જે લોકો સક્ષમ છે તેમણે પૈસા આપીને કોરોના વેક્સિન લેવી જોઇએ : મોદી સરકારે કરી અપીલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!