GSTV

ગુજરાતના ખૂણે ખૂણેથી માલધારીઓ જૂનાગઢ તરફ રવાના, એસપીએ માલધારી અને રબારી સમાજના લોકોને રોકવા કરી અપીલ

જુનાગઢના એસપીએ અન્ય જિલ્લાની પોલીસ અને શહેર પોલીસ કમીશનર એક પત્ર લખ્યો છે. જેમા તેમણે જૂનાગઢમાં આવી રહેલા માલધારી અને રબારી સમાજના લોકોને રોકવા માટે અપીલ કરી છે. જિલ્લામાં માલધારી સમાજના આધેડે આપઘાત કરતા મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો જૂનાગઢ આવી રહ્યા છે. અને આપઘાત કરવા પાછળનું કારણ એ હતું કે તેમના પુત્રો સાથે એલ.આર.ડીની પરિક્ષામાં આન્યાય થયો હતો.

મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

આ મામલે માલધારી અને રબારી સમાજના 1500 જેટલા લોકો આગેવાનો સહિત હોસ્પિટલમાં પી.એમ રૂમની બહાર બેઠા છે. અને તેઓ જ્યા સુધી ન્યાય ન મળે તે ત્યા સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યા છે.અને હજુ આ મામલે અન્ય જીલ્લામાંથી માલધારી અને રબારી સમાજના લોકો જૂનાગઢ આવે તેવી સ્થીતી સર્જાઈ છે. જેથી જુનાગઢ એસપીએ અન્ય જિલ્લાના પોલીસકર્મી અને પોલીસ કમીશનરને પત્ર લખીને જણાવ્યું કે માલધારી સામજ અને રબારી સમાજના લોકોને જૂનાગઢ આવતા રોકવા પડશે.

રમેશ ધડુક પણ જૂનાગઢ આવી પહોંચ્યા

પોરબંદર સાંસદ રમેશ ધડુક પણ જુનાગઢ આવી પહોંચ્યા છે. સાંસદ રમેશ ધડુકે રબારી સમાજ સાથે ચર્ચાનો દોર શરૂ કર્યો છે. આંદોલનનો અંત આવે તે માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. રબારી સમાજના આગેવાનોને સમજાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે અને વહેલી તકે આંદોલન સમેટી લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

અમદાવાદના કોરોના પોઝિટીવ કેસોના નામ થયા જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

Karan

ગુજરાતમાં આ જિલ્લાના આખા બે ગામ હોમક્વોરંટાઈનમાં, આ હતું કારણ

Arohi

મોદી સરકાર પાસે પૈસા ખૂટ્યા? : વર્ષ ૨૦૨૦-૨૧માં સરકાર ચલાવવા બજારમાંથી 4.88 લાખ કરોડ રૂપિયા લેશે ઉધાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!