GSTV
Home » News » રાતે મારી પત્ની સાથે ચેટીંગ કરે છે એસપી સાહેબ!, પીડિત પતિએ કરી DGP સમક્ષ ફરિયાદ

રાતે મારી પત્ની સાથે ચેટીંગ કરે છે એસપી સાહેબ!, પીડિત પતિએ કરી DGP સમક્ષ ફરિયાદ

આગ્રા જિલ્લામાં તૈનાત એક એસપી લખનઉની એક મહિલા સાથે પ્રેમાળ વાતો કરે છે. વોટ્સએપ પર ચેટિંગ પણ થાય છે. આ અંગે મહિલાના પતિને જાણ થાવાથી ઘરમાં ઝગડો થઈ ગયો હતો. જ્યારે પતિએ ડીજીપી કચેરીમાં એસપીને ફરિયાદ કરી હતી. કેસની તપાસ ડીજીપી કચેરીથી એસએસપી આગ્રાને સોંપવામાં આવી છે. એસપી લાંબા સમયથી આગ્રામાં પોસ્ટ કરાયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે ફરિયાદ પત્રમાં જણાવાયું છે કે તેઓએ મહિલાને વર્ષ 2018 થી ફોન દ્વારા સંપર્ક કર્યો હતો. આ પછી ધીરે ધીરે, તેઓ નજીક આવી ગયા.

અધિકારીઓ દરરોજ રાત્રે ફોન કરવા લાગ્યા હતા.સાત દિવસ પહેલા મહિલાના પતિને તેની ભનક લાગી ગઈ હતી. તેણે તેની પત્નિનો મોબાઈલ ચેક કર્યો હતો. જ્યારે મેસેજ બાબતે પત્નિને પૂછ્યું તો ઘરમાં ઝગડો થઈ ગયો હતો. મહિલાના પતિનું કહેવું એ હતું કે તેની પત્નિ ઘણા સમયથી અનમાનો વ્યવહાર કરી રહી હતી ત્યારેજ તેને શંકા ગઈ હતી.આ અધિકારીની લખનૌમાં પણ નિમણૂક કરવામાં આવી હતી.

સાથે જ પોલીસ અધિકારીઓ પણ આ મામલે કંઇપણ બોલવાનું ટાળી રહ્યા છે. જો કે, એક વરિષ્ઠ અધિકારીએ ફરિયાદ પત્ર મેળવવાની પુષ્ટિ કરી છે. ફરિયાદ પત્રમાં જણાવાયું છે કે અધિકારી પાસે પાંચ સીમકાર્ડ છે. તેઓ તેમની સાથે બદલવાની વાત કરે છે. સિમ નંબર પણ આપવામાં આવે છે. તેઓએ કોલ ડિટેલ્સને હટાવવાની માંગ કરી છે.

READ ALSO

Related posts

એન્ડી મરેને જીતનો મળ્યો ફાયદો, 127માં નંબરે રેન્કમાં પહોચ્યાં

pratik shah

Jioએ પ્રિપેડ યૂઝર્સ માટે બંધ કરી દીધા આ પ્લાન, હવે સસ્તું નહીં પડે

pratik shah

મહારાષ્ટ્ર વિધાનસભામાં એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપ-શિવસેનાને મળશે આટલી સીટો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!