GSTV
Home » News » સાંસદ મુલાયમ સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં થયા દાખલ

સાંસદ મુલાયમ સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં થયા દાખલ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવને ખરાબ તબીયત હોવાના કારણે ગાજિયાબાદના કૌશાંબી સ્થિત યશોદા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. છેલ્લા કેટલાંક દિવસોથી તેમની તબીયત ખરાબ હતી.

આ પહેલાં 10 જૂનના રોજ મુલાયમ સિંહ યાદવને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં આજે તેમને યશોદા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, મુલાયમ સિંહ યાદવ દ્વારા યૂરિનરી રિટેન્શનની તકલીફ કહેવામાં આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુલાયમ સિંહ યાદવ લાંબા સમયથી હાઈ શુગર અને કાર્ડિયોની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. ત્યાં નવી કેન્દ્ર સરકારની રચના પછી સંસદ સત્રના બીજા દિવસે સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ અને તેમના પિતા મુલાયમસિંહ યાદવએ શપથ લીધા હતા. ઘણા દિવસોથી અસ્વસ્થ ચાલતા મુલાયમ શપથ લેવા માટે વેલ સુધી પણ આવી શક્યા ન હતા અને તેઓ પાછળની સીટ પરથી ઉભા ઉભા શપથ ગ્રહણ લીધા હતા. મુલાયમ સદનમાં વ્હીલ ચેર પર બેઠા હતા. મળતી માહિતી મુજબ, અખિલેશ યાદવે તેમના પિતાને વ્હીલ ચેરની સહાયથી સદન સુધી પહોંચાડ્યા હતા.

મુલાયમ સિંહ યાદવે ચૂંટણીમાં મૈનપૂરી સંસદીય બેઠકથી ચૂંટણી જીત્યા છે. SP સંરક્ષક મુલાયમ છેલ્લા થોડા દિવસોથી અસ્વસ્થ ચાલી રહ્યાં છે અને તેમને હાઇપર ગ્લેસિમીયા (હાઇપર ટિશન) અને હાઇપર ડાયબીટિઝની સમસ્યા છે. સારવાર માટે લખનૌઉના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મુલાયમ સિંહ યાદવને છેલ્લા દિવસોમાં ભરતી કરવામાં આવી છે.

READ ALSO

Related posts

પાણી ચોરતા પહેલા ચેતજો! કેનાલોમાં પાણી ચોરી અટકાવવા વિધાનસભામાં ખરડો પસાર, સજા અને દંડમાં ધરખમ વધારો

Riyaz Parmar

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah

કર્ણાટકનો કિલ્લો જીતવા ભાજપ તત્પર, યેદિયુરપ્પા ગુરૂવારે CM પદનાં શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!