GSTV
Home » News » મુલાયમે ફરી રામગોપાલને કર્યા પાર્ટીમાંથી દૂર, 5 જાન્યુઆરીએ બોલાવ્યું રાષ્ટ્રીય અધિવિશેન

મુલાયમે ફરી રામગોપાલને કર્યા પાર્ટીમાંથી દૂર, 5 જાન્યુઆરીએ બોલાવ્યું રાષ્ટ્રીય અધિવિશેન

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે બળવાખોર જૂથ દ્વારા બોલાવવામાં આવેલા આજના વિશેષ અધિવેશનને ગેરબંધારણીય અને ગેરકાયદે ગણાવ્યું હતું. આ અધિવેશનમાં લેવામાં આવેલા નિર્ણયોને પણ ગેરકાયદે ગણાવ્યા હતા. સાથે પાંચ જાન્યુઆરીએ લખનૌના જનેશ્વર મિશ્ર પાર્કમાં રાષ્ટ્રીય અધિવેશન બોલાવવાનો તેમણે નિર્ણય કર્યો છે. મુલાયમ સિંહે એક પત્ર લખી કહ્યું છે કે, કેટલાક લોકો તેમને બેઇજ્જત કરી ભાજપને ફાયદો પહોંચાડી રહ્યાં છે. તેમણે પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવને ફરીથી છ વર્ષ માટે પાર્ટીથી બહાર કરી દીધા છે. રાષ્‍ટ્રીય અધિવેશન મુલાયમસિંહે ગેરબંધારણીય જાહેર કરતા અમરસિંહની હકાલપટ્ટી અને શિવપાલ યાદવની પ્રદેશ પ્રમુખેથી હટાવાના નિર્ણય સામે પણ સવાલો ઉઠ્યા છે.

મહત્વનું છે કે, આ પહેલા શુક્રવારે મુલાયમ સિંહ યાદવે રામગોપાલ યાદવ અને અખિલેશ યાદવને પાર્ટીમાંથી છ વર્ષ માટે બહાર કર્યા હતા પરંતુ, કાલે બંનેનું સસ્પેન્શન રદ્દ કરાયું હતું અને બંનેની પાર્ટીમાં વાપસી થઇ હતી.

Related posts

Video:’એક દિવસ તમે પણ જેલના સળિયા પાછળ હશો’,PM મોદીએ 2018માં જ કરી દીધી હતી ચિદંબરમની ધરપકડની ઘોષણા

Bansari

દિલ્હી યુનિવર્સિટીમાં વીર સાવરકરની મૂર્તિને જૂતાની માળા પહેરાવાઈ અને મોઢા પર મેશ ચોપડાઈ

Mayur

રાજસ્થાનમાં નાયબ મુખ્યપ્રધાને જ મુખ્યપ્રધાન પર નિશાન ટાક્યું, ગેહલોત પર કર્યા પ્રહાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!