સમાજવાદી પાર્ટીના નેતા રઈસ શેખનો દાવો છે કે મુંબઈની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર મુસ્લિમ દર્દીઓની સર્જરી પહેલા તેમને દાઢી કાઢીને આવવાનું કહે છે. રઈસ શેખે માગણી કરી છે કે આવી બાબતને બંધ કરવાના નિર્દેશ આપવામાં આવે. બીએમસીમાં સમાજવાદી પાર્ટીના મુખ્ય નેતા રઈસ શેખે બીએમસી કમિશનર અજય મહેતાને પત્ર લખીને મામલો ધ્યાન પર મૂક્યો છે.
પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે બીએમસીની હોસ્પિટલોના તબીબો મુસ્લિમ દર્દીઓને મામૂલી ઓપરેશનોથી પહેલા પણ દાઢી કપાવીને આવવાનું કહે છે. તેમણે બીએમસી કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે માત્ર ગંભીર સર્જરીમાં જ મુસ્લિમ દર્દીને દાઢી કઢાવવા માટે કહેવામાં આવે તેવા નિર્દેશ જાહેર કરવામાં આવે.
મહારાષ્ટ્ર ખાતેના સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અબુ આઝમીએ કહ્યુ છે કે આવા નિર્દેશો આપનારા ડોક્ટરો કસાઈ છે. બીએમસીની હોસ્પિટલોમાં મુસ્લિમ દર્દીઓની દાઢી જાણીજોઈને કઢાવવાનું કહેવામાં આવે છે અને પ્રાઈવેટ હોસ્પિટલમાં જરૂરિયાત પ્રમાણે દાઢી કાપવાનું કહેવામાં આવે છે.
મહારાષ્ટ્ર ભાજપના નેતા અને રાજ્યના તબીબી શિક્ષણ વિભાગના પ્રધાન ગિરીશ મહાજને કહ્યુ છે કે આ મામલો રાજનીતિ સાથે જોડાયેલો છે. સ્વાસ્થ્ય અને સારવાર જેવા કામને ધર્મ સાથે જોડવું જોઈએ નહીં. ડોક્ટરના નિર્ણયમાં ધર્મને લાવવો જોઈએ નહીં.
Read Also
- દૂધથી વધારે ફાયદાકારક છે બિયર, PETAએ કરેલા દાવાથી હેરાન થયા લોકો
- મલ્ટીકલર સાડી પહેરીને એવોર્ડ લેવા પહોંચી આલિયા, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS
- Video: વિલિયમ્સે વિરાટ કોહલી સામે આ રીતે લીધો બદલો, આઉટ થતાં જ કર્યો આવો ઇશારો
- હોલિવુડની પ્રખ્યાત અભિનેત્રીની સેલ્ફીમાં દેખાયું એવું કે લોકોનાં ઉડ્યા હોશ!
- Juice Wrld : અમેરિકી હિપ હોપ સ્ટાર જૂસ વર્લ્ડનું 21 વર્ષની ઉંમરમાં થયું દુખદ નિધન