GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

હવે નવી મુશ્કેલીમાં ફસાયા રામપુર સાંસદ આઝમ ખાન, 2 હજારથી વધારે ઝાડ કાપવાનો લાગ્યો આરોપ

સમાજવાદી પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને રામપુરનાં સાંસદ આઝમ ખાન હવે નવી મુશ્કેલીઓમાં ફસાતા દેખાઈ રહ્યા છે. તેમની ઉપર બે હજારથી વધારે ઝાડ કાપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આની પહેલાં તેમની ઉપર જમીન ઉપર કબ્જા સહિત અન્ય ઘણા આરોપો લાગી ચૂક્યા છે.

આઝમ ખાન ઉપર આરોપ છેકે, તેમણે સરકારી જમીન ઉપર ઉભા રહેલાં કાથાના 2,173 ઝાડ કપાવી દીધા હતા. સમાજવાદી પાર્ટીની સરકાર દરમ્યાન આઝમ ખાનની જોહર યુનિવર્સિટીને જે જમીન લીઝ પર આપવામાં આવી હતી. તેની ઉપર 2173 ઝાડ હતા. જેમની કિંમત આશરે 4 લાખ 13 હજાર આંકવામાં આવી છે.

લીઝની શરતો મુજબ ઝાડને કાપી શકાશે નહી, પરંતુ હવે એસડીએમ રામપુરની તપાસમાં સામે આવ્યુ છેકે, હવે ત્યાં એક પણ ઝાડ નથી. આ રિપોર્ટ એનજીટીને મોકલવામાં આવ્યો છે. જીલ્લા પ્રશાસને યુપી સરકારને લીઝ નિરસ્ત કરવાની ભલામણ પણ કરી છે.

ઝાડ કાપવાના મામલામાં આઝમ ખાનને નોટિસ મોકલવાની તૈયારી છે. હાલમાં જ તેમના એક રિઝોર્ટની દીવાલ પ્રશાસને તોડી પાડી હતી, જેમાં જૂની ઈંટો નીકળી હતી. રિઝોર્ટનો એક હિસ્સો સિંચાઈ વિભાગની જમીન પર ગેરકાયદે કબ્જો બનાવવાનો આરોપ હતો.

બીજી તરફ મોહમ્મદ અલી જોહર યુનિવર્સિટીને લઈને આઝમ ખાન સતત ફસાતા દેખાઈ રહ્યા છે. સૌથી પહેલો વિવાદ સિંહોની મૂર્તિઓનો હતો. આ બંને મૂર્તિઓ રામપુર ક્લબમાંથી ચોરી કરાઈ હતી. આ મૂર્તિઓ નવાબોના શાસનકાળ દરમ્યાનની હતી. આ બંને મૂર્તિઓ જોહર યૂનિવર્સિટીમાંથી મળી હતી.

બીજો વિવાદ મદરેસા આલિયાની પુસ્તકોનો છે. 1774માં ખોલવામા આવેલાં મદરેસાને આઝમ ખાનને ટ્રસ્ટે લીઝ પર લીધુ હતુ. અહીં લગભગ 9 હજાર પ્રાચીન પુસ્તકો છે. સાથે જ આ મદરેસાનું ફર્નિચર ઘણું કિંમતી છે. આરોપ છેકે, આ પુસ્તકો અને ફર્નિચર જોહર યુનિવર્સિટી પહોંચાડવામાં આવ્યુ હતુ.

ત્રીજો વિવાદ જમીન સાથે જોડાયેલો છે. 78 હેક્ટરમાં બનેલી આ ભવ્ય યુનિવર્સિટીની 38 હેક્ટર જમીન પર વિવાદ છે. આરોપ છેકે, આ જમીનને જબરદસ્તી ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવી છે. યુનિવર્સિટી માટે ત્રણવાર સર્કલ રેટ ઘટાડવામાં આવ્યા છે. સપા સરકાર દરમ્યાન યુનિવર્સિટી પર ભારે ભરખમ સરકારી પૈસા ખર્ચ કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

ગોંડલના મોવિયામાં ચાલતી અનોખી રામ નામ લેખન બેંક, સવા લાખથી વધુ રામલેખન બુકનું વિતરણ

pratik shah

અવધમાં આજે દિવાળી, 500 વર્ષ પછી જન્મભૂમિમાં રામ મંદિરનો થશે શિલાન્યાસ

pratik shah

પાકિસ્તાને આજે જાહેર કરેલા વિવાદીત નકશામાં કેમ જૂનાગઢ પર કર્યો દાવો, આવો છે ભૂતકાળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!