GSTV

કોરોના ઈફેક્ટ / S&Pએ ભારતનું આઉટલુક યથાવત રાખ્યું, આ મુદ્દે સરકારને પણ પડી રહી છે ભીંસ

કોરોનાના કપરાકાળમાં અર્થતંત્રને બ્રેક લાગી છે ત્યારે વૈશ્વિક રેટિંગ એજન્સી S&Pએ ભારતનું રેટીંગ આ કપરાકાળમાં પણ યથાવત રાખ્યું છે. લાંબાગાળાનું અને ટૂંકાગાળાનું રેટિંગ યથાવત રાખ્યું છે. દેશમાં અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તો સરકાર પણ આર્થિક તંગી, ઉંચા વિદેશી દેવાના કારણે ભીંસમાં મુકાઈ છે.

શું છે ભારતું વર્તમાન રેટિંગ

વૈશ્વિક દિગ્ગજ રેટિંગ એજન્સી S&Pએ ભારતનું આઉટલુક કોરોના કપરાકાળમાં પણ યથાવત રાખ્યું છે.શુક્રવારે રેટિંગ એજન્સીએ ભારતની લાંબાગાળાની રેટિંગ BBB- અને ટૂંકાગાળાની રેટિંગ A-3 પર યથાવત રાખ્યું છે. આ સાથે કરન્સીના સોવરિન રેટિંગમાં પણ કોઈ ફેરફાર નથી કર્યો. ટૂંકાગાળા માટે ભારતના અર્થતંત્ર પણ ચોક્કસથી દબાણ જોવા મળશે પરંતુ, લાંબાગાળા માટેનું S&Pનું આઉટલુક સ્ટેબલ જ છે, તેમ રીપોર્ટમાં જણાવાયું છે. ભારતની સરકાર અને સેન્ટ્રલ બેંક દેશના અર્થતંત્રને ટકાવી રાખવા નક્કર પ્રયાસો કરી રહ્યાં છે પરંતુ, આર્થિક તંગી અને સાથે-સાથે નબળી માંગ-ઉંચા વિદેશી દેવાને કારણે સરકારને પણ ભીંસમાં મુકી છે.

Related posts

લોન મોરેટોરિયમ/ ચશ્મા વેચનારા એક વ્યક્તિએ 16 કરોડ લોકોને કરાવ્યો 6,500 કરોડનો ફાયદો

Karan

ચંદી પડવાનાં પર્વને લઈને ઘારી બનાવવાની થઈ રહી છે તૈયારીઓ, ઓછો ઓર્ડરોને લઈને મીઠાઈ વિક્રેતાઓ હતાશ

Mansi Patel

બર્થ ડે પાર્ટીમાં બોલ્ડ અવતારમાં નજર આવેલી મલાઇકા અચાનક અસહજ કેમ થઈ ગઈ? આ છે કારણ…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!