સપા-બસપા ગઠબંધન મેળ વગરનું, લોકસભા ચૂંટણીમાં સફળ થશે નહીં

રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ શનિવારે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનુ ગઠબંધન મેળ વગરનુ છે, જે 2019ની લોકસભા ચૂંટણીમાં સફળ થશે નહીં.

સપા અન બસપાની વચ્ચે મહાગઠબંધનની જાહેરાત બાદ આઠવલેએ એક નિવેદનમાં કહ્યું, “આ ગઠબંધન મેળ વગરનુ છે. આ ફક્ત સત્તા મેળવવા માટે કરવામાં આવ્યું છે, જે 2019ની લોકસભા ચૂંટણીમાં કામયાબ થશે નહીં.”


તેમણે દાવો કર્યો કે ઉત્તર પ્રદેશમાં દલિત સમાજ એનડીએ ગઠબંધનની સાથે રહેશે અને 2014ની જેમ 2019માં પણ એનડીએને સારી સફળતા અપાવશે. આઠવલે વધુમાં કહ્યું કે બસપા સુપ્રીમો માયાવતી પણ ભાજપને સાંપ્રદાયિક પાર્ટી જણાવી રહી છે, જ્યારે પૂર્વમાં ઘણી વખત તેઓ ભાજપના સહયોગથી ઉત્તર પ્રદેશમાં મુખ્યપ્રધાન પણ બની છે.

ખરેખર, સપા અને બસપા આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધનની જેમ ઉત્તર પ્રદેશની 38-38 બેઠકો પર ચૂંટણી લડશે. બે બેઠકો નાની પાર્ટીઓ માટે છોડવામાં આવી છે, જ્યારે અમેઠી અને રાયબરેલીની બે બેઠકો કોંગ્રેસ પાર્ટી માટે છોડવી તેવુ નક્કી કરવામાં આવ્યું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter