GSTV
Home » News » વરસાદ ન થવાથી કપાસ અને મગફળીનો પાક સુકાયો, ખેડૂતોએ યોજ્યુ મગફળીનું બેસણું

વરસાદ ન થવાથી કપાસ અને મગફળીનો પાક સુકાયો, ખેડૂતોએ યોજ્યુ મગફળીનું બેસણું

જેતપુર તાલુકામાં ખેડૂતોએ વાવણી કર્યાને પાંત્રીસ દિવસ વીતી ગયા હોવા છતાં બીજો વરસાદ ન થતા દેરડી ગામના ખેડૂતોએ સામૂહિક રીતે પોતાનો સુકાય ગયેલ પાકને ખેડી નાખીને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના વીમાની સરકાર સમક્ષ માંગ કરી છે. બીજમાંથી અંકુરીત થયેલ કપાસ, મગફળી તેમજ અન્ય પાકના છોડવા સુકાઈ ગયા. સારા વર્ષની આશા કરતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં એવી જોગવાઈ છે કે વાવેતર કર્યા બાદ પ્રથમ વરસાદ બાદ સત્યાવીસ દિવસ સુધી બીજો વરસાદ ન પડે તો ખેડૂતોના ખાતામાં આપોઆપ જે તે પાકનો ૨૫ ટકા વીમો જમા થઈ જાય જ્યારે અહીં જેતપુર તાલુકામાં તો પ્રથમ વરસાદ થયો તેને પાંત્રીસ દિવસ થઈ ગયા છતાંય સરકારે જોગવાઈ મુજબનો ૨૫ ટકા વીમો જમા કરાવ્યો નથી કે ન તો સર્વે ચાલુ કરાવ્યો છે. જેથી જેતપુર તાલુકાના દેરડી ગામના ખેડૂતો દ્વારા આજે ખેડૂત સમાજ ગુજરાતની આગેવાનીમાં પોતાનો પાક ખેડી નાખી પાકનું બેસણું અને રામધુનનો કાર્યક્રમ યોજ્યો હતો.

READ ALSO

Related posts

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો? તો થશે ફાયદો જ ફાયદો, બદલાઈ જવાના છે આ નિયમો

Arohi

પ્રેમી જોડાને પ્રેમ કરવો પડ્યો ભારે, ગામનાં લોકોએ મોઢામાં પેશાબ કર્યો અને ગુપ્તાંગમાં સળીયો નાખ્યો

Mayur

જે હેડક્વાર્ટરનું ચિદંબરમે કર્યુ ઉદ્ઘાટન, તેમાં જ આરોપી બનાવીને લાવી CBI

Bansari
Do NOT follow this link or you will be banned from the site!