GSTV
Gujarat Government Advertisement

બજારમાંથી સસ્તું સોનુ ખરીદવાની તક આપી રહી છે સરકાર, પૈસા લગાવ્યા પહેલા જાણી લેવો એ અંગે વિગતો..

સોનુ

Last Updated on May 16, 2021 by Damini Patel

મોદી સરકાર ફરી એક વખત સોનુ ખરીદવાની તક આપી રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડની અલગ ખેપ 17મેથી પાંચ દિવસ માટે ખુલી જશે. આરબીઆઇએ પોતાની કિંમત જારી કરી દીધી છે. અને કહ્યું કે ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરવા પર 50 રૂપિયા પ્રતિગ્રામની છૂટ આપવામાં આવશે. એવામાં જો તમે સસ્તું સોનુ ખરીદવા ઈચ્છો છો તો આ પાંચ દિવસની અંદર સબ્સ્ક્રાઇબ કરી શકો છો. પરંતુ સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ પહેલા તમને ખબર હોવી જોઈએ કે એનાથી ફાયદો થશે કે નુકસાન.

ગોલ્ડ બોન્ડ દ્વારા સામાન્ય લોકોને સરકાર સોનુ ખરીદવાનો વિકલ્પ આપે છે. આ રીતે સરકાર તરફથી આરબીઆઇ ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવે છે. તમે કોઈ બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં ગ્રામના હિસાબે નક્કી પ્રાઇસ પર ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. આ માટે આરબીઆઇએ પ્રતિ ગ્રામનો ભાવ 4,777 રૂપિયા નક્કી કર્યો છે.

ઓનલાઇન પેમેન્ટ પર 500 રૂપિયા ડિસ્કાઉન્ટ

સોનુ

જો તમે ડિજિટલ પેમેન્ટ દ્વારા એમાં રોકાણ કરો છો તો તમારે 50 રૂપિયા પ્રતિ ગ્રામ સિવાય છૂટ મળશે. એટલે તમે 1 ગ્રામ ગોલ્ડ 5054 રૂપિયાના ભાવ પર ખરીદી શકશો. મતલબ 10 ગ્રામ માટે તમારે 50540 રૂપિયા ચૂકવવા પડશે. એટલે 10 ગ્રામ પર 500 રૂપિયા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછા 1 ગ્રામ અને વધુમાં વધુ 500 ગ્રામ સોનાની ખરીદી કરી શકો છો. કારણ કે ગોલ્ડ બોન્ડ માં રોકાણ કરવાથી તમને ટેક્સ છૂટ પણ મળશે. ગોલ્ડ બોન્ડમાં તમને સરકાર વાર્ષિક 2.5%નું વ્યાજ પણ આપે છે. એટલે તમારે સોનાની વધતી કિંમતો ઉપરાંત વ્યાજ પણ અલગથી મળે છે. આ સ્કીમ હેઠળ એક નાણાકીય વર્ષમાં કોઈ પણ મહત્તમ 4 કિલો સુધી બોન્ડ ખરીદી શકે છે.

શું હોય છે સોવરેન ગોલ્ડ બોન્ડ ?

સ્કીમ

સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારને ફિઝિકલ રૂપમાં સોનુ મળતું નથી. આ ફિઝિકલ ગોલ્ડની તુલનામાં વધુ સુરક્ષિત છે. આમ રોકાળ કરવા વાળાએ બોન્ડ સર્ટિફિકેટ આપવામાં આવે છે. અને મેચ્યોરિટી પુરી થયા પછી જયારે રોકાણકાર એને લેવા જાય છે તે સમયે ગોલ્ડ વેલ્યુ બરાબર પૈસા મળે છે.

ક્યાંથી ખરીદી શકો છો Sovereign Gold Bond ?

જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગો છો તો તમારી પાસે પાન હોવો જરૂરી છે. આને તમે તમામ કમર્શિયલ બેન્ક( RBI, નાની ફાઇનાન્સ બેન્ક, પેમેન્ટ બેન્કને છોડીને), પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ(SHCIL), નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE), બોમ્બે સ્ટોક એક્સચેન્જ અથવા ડાયરેક્ટ એજન્ટ દ્વારા આવેદન આપી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!