GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાંથી મેઘરાજાનું ‘સાયોનારા’ : ગાંધીનગરમાં ઠંડીએ ચમકારો દેખાડ્યો તો ભૂજમાં રાબેતા મુજબ ગરમી

Last Updated on October 13, 2019 by Mayur

ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસાએ તબક્કાવાર વિદાય લેવાનું શરૃ કરી દીધું છે. ઉત્તર અરેબિયન સમુદ્રમાં આવતા વિસ્તારો તેમજ વેરાવળ, વડોદરામાંથી પણ હવે ચોમાસાએ વિદાય લીધી છે. હવે આગામી ૨-૩ દિવસમાં ઉત્તર અરેબિયન સમુદ્ર તેમજ મધ્ય અરેબિયન સમુદ્રના કેટલાક હિસ્સામાંથી ચોમાસું વિદાય લેવાનું શરૃ કરશે.

શું કહ્યું હવામાન વિભાગે ?

હવામાન વિભાગના મતે ગુજરાતમાં હાલ ઉત્તરપશ્ચિમથી ઉત્તર દિશાનો પવન છે. રવિવારે વલસાડ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં હળવા ઝાપટાં પડી શકે છે. જોકે, આ પછી સોમવારથી હળવા વરસાદની પણ સંભાવના નથી. હાલમાં દિવસે ગરમી અને મોડી રાત્રે ગુલાબી ઠંડીના ચમકારાથી ડબલ સિઝન અનુભવાય છે.

ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ મહત્તમ તાપમાન

અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૪.૯-સરેરાશ લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૬ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૨૨ ડિગ્રીની આસપાસ રહેશે. આજે ૩૬.૩ ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ગાંધીનગરમાં ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૯ ડિગ્રી નોંધાયો હતો.

ગુજરાતમાં ક્યાં વધારે ગરમી ?

શહેરગરમી
ભૂજ૩૬.૩
નલિયા૩૬.૨
ડીસા૩૬.૨
સુરેન્દ્રનગર૩૫.૮
રાજકોટ૩૫.૬
સુરત૩૫.૬
ગાંધીનગર૩૫.૨
અમદાવાદ૩૪.૯

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari

ગઢમાં ગાબડું/ સુરતઃ આપ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ, આમ આદમી પાર્ટી પર BJPએ કર્યો ગંભીર આક્ષેપ

Zainul Ansari

ફ્લેશ સેલ પર બેન: હવે ગ્રાહકો સાથે નહીં થાય છેતરપિંડી, ઈ-કોમર્સ કંપની પર લગામ લગાવવા કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!