GSTV
Gujarat Government Advertisement

હવામાન વિભાગની આગાહી: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આ તારીખે ચોમાસુ બેસવાની શક્યતા, આ વખતે 98 ટકા સારા વરસાદની આગાહી

Last Updated on May 15, 2021 by Pravin Makwana

દેશના લોકો માટે અચ્છે દિનનો આધાર આજે પણ ચોમાસા પર રહ્યો છે ત્યારે આજે દેશના હવામાન વિભાગે નૈઋત્ય (સાઉથવેસ્ટ)નું ચોમાસુ ભારતમાં કેરલથી તા.31 મેના બેસવાની આગાહી કરી છે.  આ પહેલા હવામાન વિભાગે દેશમાં ઈ.સ.2021નું ચોમાસુ સારૂ રહેવાની અને 98 ટકા વરસાદની આગાહી કરી છે. કેરલમાં બેસતું ચોમાસુ કર્ણાટક, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર,કચ્છ તરફ આવતું હોય છે. 

આ પહેલા ગુજરાતમાં હોળીની ઝાળ અને આજે અખાત્રીજના પવનની ગુજરાતમાં વાયવ્ય અને પશ્ચિમની દિશા પરથી એકંદરે સારા ચોમાસાનો વરતારો લોકોએ કાઢ્યો છે જેને હવામાનની આગાહી પરથી અનુમોદન મળી રહ્યું છે. હાલ, અરબી સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડુ સર્જાઈ રહ્યું છે અને તેના પગલે ચોમાસાને વેગ મળે તેવા એંધાણ છે.

આંદામાન નિકોબાર ટાપુ, બંંગાળની ખાડીમાં તો તા.21 મેથી વરસાદી ગતિવિિધ તેજ બની જશે.  ઈ.સ.2005થી 2020 સુધીના 16 વર્ષમાં ચોમાસુ બેસવાની આગાહી કરાઈ હતી તેમાં ઈ.સ.2015ને બાદ કરતા બાકીના 15 વર્ષમાં સાચી પડયાનો દાવો કરાયો છે.

ગત પાંચ વર્ષમાં (1) ઈ.સ.2016માં તા.7 જૂનના પૂર્વાનુમાન સામે 8 જૂને (2) ઈ.સ.2017માં 30મેના પૂર્વાનુમાન સામે તે જ દિવસે (3) ઈ.સ.2018માં પણ 19 મેના પૂર્વાનુમાનના દિવસે જ ચોમાસુ બેઠું તો (4) ઈ.સ.2019માં તા.6 જૂનને બદલે તા.8 જૂને અને (5) ગત વર્ષ ઈ.સ.2020માં તા.1 જૂનની આગાહી સામે 5 જૂને કેરલમાં ચોમાસુ બેઠું હતું અને ગત ઈ.સ.2019,2020 એ બન્ને વર્ષે સારો વરસાદ વરસ્યો છે.

ગત વર્ષે સૌરાષ્ટ્રમાં દેશભરમાં સૌથી સારો વરસાદ નોંધાયો છે.  સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તા.15થી 20 જૂન સુધીમાં ચોમાસુ  બેસતું હોય છે જો કે આ ચોમાસુ કેટલી ઝડપથી આગળ વધે છે તે જે તે વખતના કુદરતી સંજોગો પર આધારિત હોય છે. 

મહત્વની વાત એ છે કે ચોમાસા પહેલા જ શક્તિશાળી વાવાઝોડુ  હાલ રચાઈ રહ્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત, કચ્છ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ વરસે અને જમીનમાં પૂરતો ભેજ ઉતરી જાય તેવી આશા છે. અને ત્યારબાદ પ્રિમોન્સૂન વરસાદી ઝાપટાં અને સમયસર ચોમાસુ આવે તો કૃષિપાક સતત ત્રીજા વર્ષે બમ્પર થવાની પણ આશા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!