GSTV

દુર્ઘટના/ દક્ષિણ તાઇવાનમાં 13 માળની ઇમારતમાં ભીષણ આગ: 25ના મોત, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ

આગ

Last Updated on October 14, 2021 by Bansari

દક્ષિણ તાઇવાનમાં 13 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 25 લોકોના મોત થયા છે અને અનેક અન્ય ઘાયલ થયા છે. કાઓશુંગ સિટી ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગ સવારે 3 વાગ્યાની આસપાસ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનો બચાવ કામગીરીમાં લાગેલા છે. નીચલા માળે લાગેલી આગ ઓલવી દેવામાં આવી છે.

આગ

સવારે 3 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો

કાઓસુંગ સિટી ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે 25 લોકોના મોત થયા છે. જો કે, તાઇવાનમાં મૃત્યુના આંકડાઓની સત્તાવાર પુષ્ટિ માત્ર હોસ્પિટલમાં કરવામાં આવે છે. આગમાં દાઝી ગયેલા અન્ય 51 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગના નિવેદન અનુસાર, આગ અત્યંત “ગંભીર” હતી અને આગના કારણે બિલ્ડિંગના ફ્લોર બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સાક્ષીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેઓએ સવારે 3 વાગ્યાની આસપાસ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. સત્તાવાર નિવેદન અનુસાર, બિલ્ડિંગ 40 વર્ષ જૂની હતી, ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો અને ઉપર એપાર્ટમેન્ટ્સ હતા.

આગ

ઘટના સ્થળે ફાયર વિભાગના વડાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે મળી આવેલા ઓછામાં ઓછા 11 લોકોના મૃતદેહને સીધા શબઘરમાં મોકલવામાં આવ્યા હતા.

Read Also

Related posts

વાયરલ પડતાલ/ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જોઈ લો શું છે સત્ય હકીકત

Pravin Makwana

શાન ઠેકાણે આવી/ ગરીબોની મદદ કરવાનું વચન આપ્યું શાહરૂખના દિકરાએ, NCB ને કહ્યું- કંઈક એવું કરીશ જેનાથી આપને મારા પર ગર્વ થશે

Pravin Makwana

દુર્લભ/ કેન્સરથી લઇ સર્જરી સુધીમાં થાય છે આ માછલીનો ઉપયોગ, લાખોમાં છે આની કિંમત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!