GSTV
Home » News » 5 વર્ષમાં પ્રભાસે કરી માત્ર ત્રણ ફિલ્મો, કેવી રીતે બનાવશે નવી ઈમેજ ?

5 વર્ષમાં પ્રભાસે કરી માત્ર ત્રણ ફિલ્મો, કેવી રીતે બનાવશે નવી ઈમેજ ?

સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ બાહુબલીની સીરીઝમાં કામ કર્યા પછી જે રીતે લોકોની વચ્ચે પોપ્યુલર થયો છે, તેમાં કોઈ શક નથી. તેની અદાઓ પર છોકરીઓ પહેલાથી જ ફિદા છે, સાથે તેની એક્શનની પણ દીવાની થઈ ગઈ છે. હવે તો પ્રભાસે બોલિવૂડમાં પણ એન્ટ્રી મારી દીધી છે.

તે ફિલ્મ સાહોથી બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી છે. માનવામાં આવે છે કે તેની બોલિવૂડ એન્ટ્રી જોરદાર રહેશે. પણ એવી વાતો પણ ચાલી રહી છે કે તેના કરિયર માટે ઘાતક સાબિત થઈ શકે છે. બોલિવૂડમાં કોઈ એક્ટરે લાંબા સમય સુધી ટકવું હોય તો સફળતાનો માપદંડ એક જ છે. અને તે એ છે કે તેને વર્સેટાઈલ કરવાનું હશે.

કોઈ પણ કલાકાર અહીં ખાલી રોમેન્ટિક, એક્શન અથવા કોમેડી કરીને લાંબા સમય સુધી સફળતા નથી મેળવી શકતો. એક સમય તો એવો આવે જ છે જ્યારે દર્શકો તેનો જોવાનો પસંદ નથી કરતાં. દેવ આનંદ, મિથુન ચક્રવર્તી, રાજેશ ખન્ના, અને ગોવિંદા જેવા કલાકારોના લિસ્ટની વાત કરીએ તો એક જ જોનરમાં કામ કરતાં રહ્યા અને એક સમય પછી દર્શકો તેની ફિલ્મોને નકારવા લાગ્યા.તાજેતરમાં શાહરૂખ ખાન સાથે એજ થઈ રહ્યું છે.

એવું પૂરેપૂરું તો નહીં કહી શકાય, કેમ કે યુવા કલાકારોમાં પ્રભાસની ગણતરી થાય છે. તેની પાસે હજુ સમય છે પાંચ વર્ષમાં જોવામાં આવે તો પ્રભાસ મોટા પ્રોજેક્ટનો ભાગ બનેલો છે. તેને જોતાં ફિલ્મો ઓછી કરી અને સાથે તે સતત એક્શન ફિલ્મો કરી રહ્યો છે. જોકે સુપરસ્ટારના પક્ષની વાત કરીએ તો તેની એક્ટિંગ લોકોને ઘણી પસંદ આવી રહી છે. એક જૂના ઈન્ટરવ્યૂમાં પ્રભાસ કહી ચૂક્યો છે કે, તે અલગ પ્રકારની ફિલ્મ કરવા માગે છે. બાહુબલી પછી લોકોના મનમાં તેના પ્રત્યે આશા વધી ગઈ છે.

Read Also

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!