GSTV
Home » News » Hyundai-Kia ની 4000 કરતા વધુ ગાડીઓ લઈ જતુ જહાજ ડુબ્યું સમુદ્રમાં, 20 લોકોને બચાવાયા

Hyundai-Kia ની 4000 કરતા વધુ ગાડીઓ લઈ જતુ જહાજ ડુબ્યું સમુદ્રમાં, 20 લોકોને બચાવાયા

દક્ષિણ કોરિયાઈ કંપની Hyundai-Kia નું એક શિપ 4 હજારથી વધુ ગાડિઓ લઈને નિકળ્યું હતુ જે અમેરિકી પ્રાંત જોર્જિયાના તટની પાસે સમુદ્રમાં પલટી ગયુ હતુ. આ જહાજનું નામ ગોલ્ડન રે છે. સમુદ્રમાં પલટ્યાના થોડા સમય બાદ જહાજમાં આગ લાગી ગઈ, જેના કારણે બચાવ દળને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે આગ લાગ્યા પહેલા જ જહાજના ચાલક દળના 20 સદસ્યોને બચાવી લેવામાં આવ્યા હતા.

Hyundai Glovis કંપનીનો આ કાર્ગો શિપ KIA, Hyundai અને અન્ય ઓટો કંપનીઓની ગાડિઓ ટ્રાંસપોર્ટ કરતુ હતુ. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જહાજ અમેરિકાના બ્રૂન્સવિક પોર્ટ પરથી 4000 ગાડીઓ લઈને નિકળ્યું હતુ. જહાજને બ્રૂન્સવિક પોર્ટ પર અનલોડ અને રિલોડ કરવામાં આવ્યું હતુ.

અમેરિકી અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે લોડિંગ દરમિયાન જહાજમાં કોઈ ગડબડી નજરે આવી ન હતી પરંતુ પોર્ટ પરથી નિકળ્યાના થોડા સમય બાદ જાણકારી મળી કે તે એક તરફ નમી રહ્યું છે. 80 ટકા ડુબ્યા બાદ કેપ્ટને ઈમરજન્સી સંદેશ મોકલ્યો. તમને જણાવી દઈએ કે આ ઘટનાની તપાસ અમેરિકાનું નેશનલ ટ્રાંસપોર્ટેશન સેફ્ટી બોર્ડ કરી રહ્યું છે.

ગ્લોડન રેને પહેલીવાર 2017મા સમુદ્રમાં ઉતારવામાં આવી હતી, તેનું વજન 71,000 ટન હતું. ગ્લોવિસની વેબસાઇટ મુજબ આ શિપ એક સમયે 6,933 વાહનો લઇ જઈ શકે છે.

‘કોસ્ટ ગાર્ડ ડિપાર્ટમેન્ટ’ ના અધિકારી રાયન ડિક્સનના જણાવ્યાં અનુસાર આગ લાગ્યા પછી જહાજમાંથી ચીસો પાડવાના અવાજો આવતા હતા. વહાણમાં 4 સભ્યો ફસાયા હતા. આગ અને ધૂમાડાને કારણે વહાણમાં પ્રવેશ કરવો મુશ્કેલ હતો. તેથી, લગભગ એક કલાક પછી સ્થાનિક સમય અનુસાર રાત્રે 9 વાગ્યે યુ.એસ. કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પલટી ગયેલા ટેન્કર પર ઉતર્યું અને ગુમ થયેલા ક્રૂ સભ્યો (4) ને શોધવામાં આવ્યાં.

દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયના જણાવ્યાં અનુસાર ફસાયેલા ચારેય ક્રુ મેમ્બર્સ શિપના એન્જિન રૂમમાં હતા. કોસ્ટગાર્ડના લેફ્ટનન્ટ લોઈડ હેફલિને એક મેસેજ આપ્યો હતો કે, ક્રૂના તમામ સભ્યોની મેડિકલ સ્થિતિ સારી દેખાઈ રહી છે પરંતુ તેમ છતાં બધાની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે.

READ ALSO

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં કોંગ્રેસી નેતાએ સોશિયલ મીડિયામાં એવું કર્યું કે પોલીસે ધરપકડ કરી

Nilesh Jethva

Honda Activa 5G અને Grazia સ્કૂટર પર 10 હજાર રૂપિયા સુધી થશે બચત, કંપની આપી રહી છે આ ઓફર

Mansi Patel

બાપ રે ! આવી રીતે પણ બને છે દૂધ ? શૈમ્પુ અને કેમિકલથી બનતા દૂધનો ગોરખધંધો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!