GSTV
Home » News » દક્ષિણ કોરિયામાં પ્રદર્શનકારી પાકિસ્તાનીઓ સામે પડી ભાજપની શાજિયા ઈલ્મી અને પછી…

દક્ષિણ કોરિયામાં પ્રદર્શનકારી પાકિસ્તાનીઓ સામે પડી ભાજપની શાજિયા ઈલ્મી અને પછી…

ભારતીય જનતા પાર્ટીના નેતા શાઝિયા ઇલ્મી શનિવારે દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં પાકિસ્તાનના પ્રદર્શનકારીઓ સાથે ટકરાયા હતા. પાક પ્રદર્શનકારીઓ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા. આ ઘટનાનો ત્રણ મિનિટનો લાંબો વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં શાઝિયા ઇલ્મી પ્રદર્શનકારીને સૂત્રોચ્ચાર કરતા જોયા પછી તેના સાથીઓ સાથે એક ટેક્સીમાંથી ઉતરી અને ભીડનો સામનો કર્યો. વિરોધ કરનારાઓ વધુ ઉગ્ર બન્યા ત્યારે સ્થાનિક પોલીસે દખલ કરવી પડી. પોલીસે ઇલ્મી અને તેના અન્ય સહયોગીઓને પ્રદર્શનકારીઓથી દૂર કર્યા.

શાઝિયા ઇલ્મીના જણાવ્યા અનુસાર તે અને અન્ય બે નેતાઓ સિયોલમાં આયોજિત યુનાઇટેડ પીસ ફેડરેશનની કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા છે. પરિષદ બાદ તે ભારતીય રાજદૂતને મળવા દૂતાવાસમાં ગઈ હતી. દૂતાવાસથી હોટેલ પરત ફરતા રસ્તામાં પાકિસ્તાનીઓ દેખાવો કરી રહ્યાં હતા.

ઇલ્મીએ કહ્યું કે ભારત અને વડાપ્રધાન મોદી વિરૂદ્ધ પાકિસ્તાની ધ્વજ વડે સૂત્રોચ્ચાર કરતા ટોળા અમને જોઈ રહ્યાં હતા. અમને લાગ્યું કે આપણું કર્તવ્ય છે કે તેઓને પોતાન દેશ, તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અનાદર ન કરવાનું કહેવું. તેમણે કહ્યું કે અમે તેમને કહી રહ્યા હતા કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવું એ ભારતની આંતરિક બાબત છે. તેમને આ સાથે કંઈ લેવાદેવા નથી.

READ ALSO

Related posts

સાયલમાં માનસરોવરમાં 25 લાખના ખર્ચે બનેલું ગરનાળું એક જ વર્ષમાં બેસી ગયુ, પ્રજાના પૈસાનો ધુમાડો

Kaushik Bavishi

સંઘના યોગદાનના કારણે તિરંગાને સન્માન અને વંદેમાતરમની ગૂંજ દુનિયાના દેશમાં છેઃ સતીષ પુનિયા

Kaushik Bavishi

ઇસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા નાસાની મદદ લઈ શકે છે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!