GSTV
Gujarat Government Advertisement

દક્ષિણ કોરિયા પર ત્રાટક્યું Maysak વાવાઝોડું: 2500 લોકોનું સ્થળાંતર, લાખો ઘરોમાં અંધારપટ

Last Updated on September 4, 2020 by pratik shah

દક્ષિણ કોરિયામાં Maysak વાવાઝોડાને કારણે 150 કિ.મી. પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. એમાં એક વ્યક્તિનું મોત થયું હતું, 2500 જેટલાં લોકોને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસેડાયા હતા. 2.70 લાખ મકાનોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. તોફાની પવનમાં સપડાયેલું એક જહાજ લાપતા થયું હતું.

Maysak Typhoon

દક્ષિણ કોરિયામાં Maysak વાવાઝોડાનું સંકટ

સાઉથ કોરિયામાં તોફાની પવન ફૂંકાયો હતો. કોરિયાના દરિયામાં Maysak નામનું વાવઝોડું ત્રાટક્યું હતું. 150 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલા પવનમાં 42 સભ્યો સાથેનું એક જહાજ લાપતા બન્યું છે. દક્ષિણી જાપાનની સીમામાં એક જહાજ લાપતા બન્યું હતું. એમાં 58,00 ગાયો ભરીને જાપાનમાં લઈ જવાતી હોવાનું કહેવાય છે.

કોરિયાના લાપતા જહાજને શોધવા જાપાનનું રેસ્ક્યુ ઓપરેશન

લાપતા થયેલા જહાજને શોધવા માટે જાપાને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે, જહાજ ડૂબી ગયું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જાપાનના કોસ્ટગાર્ડે ઓપરેશન હાથ ધરીને જહાજની ભાળ મેળવવાની કવાયત શરૂ કરી હતી. જહાજ ફિલિપાઈન્સનું હોવાનો દાવો થયો છે.

જહાજના એક સભ્યનું રેસ્ક્યુ

જહાજમાંથી લાઈફબોટ સાથે કૂદી ગયેલા એક સભ્યને જાપાનના કોસ્ટ ગાર્ડે જોયો હતો અને તેને બચાવી લેવાયો હતો અને તેના દાવા પ્રમાણે જહાજ ડૂબ્યું એ પહેલાં પલટી ગયું હતું. જોકે, તે અંગે હજુ પણ કોઈ જાહેરાત કરવામાંઆવી ન હતી. બચી ગયેલા સભ્યના કહેવા પ્રમાણે જહાજમાં 38ફિલિપાઈન્સ સભ્યો હતા. બે ન્યૂઝીલેન્ડના હતા. બે ઓસ્ટ્રેલિયાના હતા. જહાજની માલિકી ગલ્ફ નેવિગેશન નામની કંપનીની હોવાનું કહેવાય છે.

2500 લોકોનું સ્થળાંતર

દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા 2500 જેટલાં લોકોને સલામત સ્થળે ખસેડયા હતા. 2.70 લાખ ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી એના કારણે લાખો લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા હતા. દક્ષિણ કોરિયાએ વાવાઝોડાંના કારણે 950 ફ્લાઈટ્સ અને ટ્રેન રદ્દ કરી દીધી હતી. ઉત્તર કોરિયામાં પણ આ વાવાઝોડું ફુૂંકાયું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ સરકારી કર્મચારીઓના પગારમાં થશે આટલા ગણો વધારો, 1 જુલાઇથી લાગુ થશે આ નવા નિયમ

Bansari

કામનું/ ઇન્શ્યોરન્સ કંપનીથી ખુશ ના હોવ તો આ રીતે ટ્રાન્સફર કરાવી શકો છો તમારી હેલ્થ પોલીસી, જાણો શું થશે લાભ

Bansari

ખુમારી / અંગ્રેજોએ ભારતીયોને એડમિશનની ના પાડતા સર્જાઈ રાજ્યની આ મેડિકલ કોલેજ, સન્માન કરવા વારસદારોની શોધખોળ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!