GSTV

દક્ષિણ કોરીયામાં મુશળધાર વરસાદથી 30ના મોત, 12 લાપતા

દક્ષિણ કોરીયામાં એક સપ્તાહ કરતા વધારે સમયથી મુશળધાર વરસાદ સંબંધી ઘટનાઓમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત નીપજી ચુક્યાં છે. જ્યારે 12 લોકો લાપતા થયાં છે. સરકારે વધારે વરસાદ થવાની ચેતવણી રવિવારે આપી છે.

ગૃહ અને સુરત્રક્ષા મંત્રાલયે રજૂ કર્યો રિપોર્ટ

ગૃહ અને સુરક્ષા મંત્રાલયના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પૂર અને અન્ય ઘટનાઓમાં એક સપ્તાહમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત નીપજી ચુક્યાં છે. જ્યારે 12 લોકો લાપતા થયાં છે. જેમાં છેલ્લા બે દિવસોમાં 13 લોકોના મોત થઈ ચુક્યાં છે. અને બે લોકો લાપતા થયાં છે. ગુરૂવાર અને શુક્રવારે થયેલા ભારે વરસાદ બાદ દક્ષિણિ ક્ષેત્રમાં નિવાસસ્થાનો ધરાવતા વિસ્તારો, રસ્તાઓ અને ખેતરોમાં પુર આવવાથી 3700થી વધારે લોકો વિસ્થાપીત થયાં છે. સુરક્ષા મંત્રાલયે કહ્યું છે કે, સિયોલ વિસ્તાર અને દક્ષિણ ક્ષેત્રમાં રવિવારના રોજ વધારે વરસાદ થવાની આશંકા છે.

Related posts

લોકડાઉન રિટર્ન: અહીં 10 જિલ્લામાં આજ રાતથી લાગશે લોકડાઉન, ઘર બહાર નિકળવા પર પ્રતિબંધ, પેટ્રોલ પંપ પર નહીં મળે કોઈને પણ પેટ્રોલ

Pravin Makwana

ગુજરાતના ગામડામાં માથાદીઠ વેતન માત્ર 178.57 રૂપિયા, દેશના આ રાજ્યનું છે સૌથી વધારે

Ankita Trada

વડોદરા : નર્સિંગ કોલેજોને પ્રભારી સચિવ ડો.વિનોદ રાવે આ મામલે ફટકારી નોટિસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!