GSTV
Auto & Tech News World

વિવાદ/ દક્ષિણ કોરિયાએ ગુગલ પર ફટકાર્યો ૧૭.૭ કરોડ ડોલરનો દંડ, અત્યાર સુધીનો સૌથી મોટો દંડ હશે

દક્ષિણ કોરિયાની સ્પર્ધા નિરીક્ષક સંસ્થાએ સેમસંગ જેવા સ્માર્ટફોન ઉત્પાદકોને અન્ય ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતાં કથિત રીતે અટકાવવા બદલ ગૂગલને ૨૦૭.૪ અબજ વોન (૧૭.૭ કરોડ યુએસ ડોલર)નો દંડ ફટકરાવા તૈયારી હાથ ધરી છે. દક્ષિણ કોરિયામાં અત્યાર સુધીમાં આ સૌથી મોટો પ્રતિ સ્પર્ધા રોકતો દંડ હશે તેમ માનવામાં આવે છે. જોકે, ગુગલે આ દંડને પડકારવાની યોજના બનાવી છે.

ગૂગલે જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયન ઓથોરિટીએ તેની સોફ્ટવેર નીતિનો હાર્ડવેર પાર્ટનર્સ અને ગ્રાહકોને કેટલો લાભ થઈ રહ્યો છે તે બાબતને ધ્યાનમાં લીધી નથી. દક્ષિણ કોરિયાએ સ્માર્ટફોન વપરાશકારોને તેમની ઈન-એપ ખરીદી સિસ્ટમથી ચૂકવણી કરવા ફરજ પાડતી ગૂગલ અને એપલ જેવી એપ માર્કેટ ઓપરેટર્સ પર પ્રતિબંધ મૂકતો સુધારેલો ટેલિકોમ્યુનિકેશન્સ કાયદો અમલમાં મૂક્યા પછી દક્ષિણ કોરિયાએ મંગળવારે આ જાહેરાત કરી હતી. આ પ્રકારના નિયમો અપનાવનાર દક્ષિણ કોરિયા વિશ્વનો પહેલો દેશ છે.

એપ માર્કેટમાં ગૂગલ-એપલના એકાધિકારનો વિવાદ

દક્ષિણ કોરિયાએ હંમેશા તેના બજારમાં વિદેશી ટેક્નોલોજી કંપનીઓ કેવું વર્તન કરે છે તેનું મૂલ્યાંકન કરતું રહે છે. તાજેતરના વર્ષોમાં તેણે ગૂગલ અને એપલ જેવી કંપનીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જે મોબાઈલ ઈન્ટરનેટમાં તેમના પ્રભુત્વજનક બજાર હિસ્સાનો દુરુપયોગ કરે છે. દક્ષિણ કોરિયાના ફેર ટ્રેડ કમિશનના મહિલા અધ્યક્ષ જો સુંગ-વૂકે જણાવ્યું હતું કે, ગૂગલે તેના ઈલેક્ટ્રોનિક્સ ભાગીદારોને ‘એન્ટી ફ્રેગ્મેન્ટેશન’ કરારો કરવા ફરજ પાડીને ૨૦૧૧થી બજારની સ્પર્ધાત્મક્તાને નુકસાન પહોંચાડયું છે. આ કરાર કંપનીઓને સ્માર્ટફોન્સ અને સ્માર્ટ ઘડિયાળો જેવી ડિવાઈસીસ પર ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમમાં તેમના સુધારેલા વર્ઝનને ઈન્સ્ટોલ કરતાં અટકાવતી હતી. આ રીતે ગૂગલે મોબાઈલ સોફ્ટવેર અને એપ માર્કેટમાં તેની લીડરશીપ મજબૂત કરી હતી. જોએ કહ્યું કે સેમસંગ અને એલજી જેવા ઉત્પાદકોએ કમ્પ્યુટર કોડ્સના વહેલા એક્સેસ અથવા એપ સ્ટોર લાઈસન્સ માટે ગૂગલ સાથે કરાર કરતી વખતે તેની શરતો માનવી પડતી હતી.

Google

જોકે, ગૂગલે જણાવ્યું હતું કે, એફટીસીએ એન્ડ્રોઈડના કમ્પેટિબિલિટી પ્રોગ્રામની અવગણના કરી છે, જે ઓપરેટિંગ સિસ્ટમ સાથે કમ્પેટિબિલિટી હાંસલ કરવા ડિવાઈસ ઉત્પાદકો અને ડેવલપર્સ માટેની જરૂરિયાતને વ્યાખ્યાઈત કરે છે. તેનાથી અભૂતપૂર્વ હાર્ડવેર અને સોફ્ટવેર નવીનતાને પ્રોત્સાહન મળ્યું છે અને કોરીયન ઓઈએમ અને ડેવલપર્સને અસાધારણ સફળતા મળી છે. ગૂગલ કેએફટીસીના તેને દંડ કરવાના નિર્ણયને પડકારશે. જોએ નોંધ્યું હતું કે, સેમસંગ જેવા વૈશ્વિક લોકપ્રિય ગેલેક્સી એન્ડ્રોઈડ ફોન ઉત્પાદકે વર્ષ ૨૦૧૩માં ભારે પીછેહઠનો સામનો કરવો પડયો હતો. આ સમયમાં ગૂગલે સેમસંગને તેની ગેલેક્સી ગીયર સ્માર્ટવોચ પર ગૂગલ સોફ્ટવેરના કસ્ટમાઈઝ્ડ વર્ઝનનો ઉપયોગ કરવાની યોજનાને પડતી મૂકવા ફરજ પાડી હતી.

Read Also

Related posts

પીએમ મોદી અયોધ્યામાં ‘લતા મંગેશકર ચોક’નું કરશે ઉદ્ઘાટન, મુખ્ય ચોક પર 14 ટન અને 40 ફૂટની વીણાની પ્રતિમા કરાઈ છે સ્થાપિત

pratikshah

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 8ના કરૂણ મોત, અનેક ઘાયલ

pratikshah

દિલ્હી દારૂ કૌભાંડમાં બીજી ધરપકડ, ED દ્વારા સમીર મહેન્દ્રુને કરાયો અરેસ્ટ- AAPએ આપી આ પ્રતિક્રિયા

Hemal Vegda
GSTV