દક્ષિણ કોરિયામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે, જ્યાં વાયુસેનાના બે ટ્રેનર જેટ્સની સામ સામે ટક્કર થતા ત્રણ પાઈલોટના મોત નિપજ્યા છે. મળતી જાણકારી અનુસાર આ બન્ને જેટસ દક્ષિણ કોરિયાની વાયુસેનાના છે. જે ટ્રેનિંગ દરમિયાન અથડાયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.
હવામાં જ થઈ ટક્કર
શુક્રવારે પ્રશિક્ષણ દરમિયાન દક્ષિણ કોરિયાની વાયુસેનાના બે વિમાનો હવામાં અથડાયા હતા, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. ઇમરજન્સી અધિકારીઓએ જણાવ્યું હતું કે બે KT-1 ટ્રેનર એરક્રાફ્ટ અથડામણ બાદ દક્ષિણપૂર્વીય સચેઓન શહેરમાં પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયા હતા. વિભાગના નિયમોને ટાંકીને તેમણે ગોપનીયતાની શરતે જણાવ્યું હતું કે ત્રણ લોકોના મોત અને એક ઘાયલ છે.
ત્રણ હેલિકોપ્ટર, 20 વાહનો અને ડઝનેક ઈમરજન્સી કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા
અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ હેલિકોપ્ટર, 20 વાહનો અને ડઝનેક ઈમરજન્સી કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એરફોર્સે વિમાનો વચ્ચે અથડામણની પુષ્ટિ કરી છે. પરંતુ સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે જાનહાનિની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહી છે અને વિમાનના પાઇલટ્સે સુરક્ષિત રીતે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ. તેમણે કહ્યું કે કેટી-1 પ્લેનમાં બે સીટ છે.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ