GSTV
Home » News » રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જોરદારમાં સાઊથની સૌથી હોટેસ્ટ અભિનેત્રીની એન્ટ્રી, અત્યાર સુધી નથી આપી એક પણ ફ્લોપ ફિલ્મ

રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જોરદારમાં સાઊથની સૌથી હોટેસ્ટ અભિનેત્રીની એન્ટ્રી, અત્યાર સુધી નથી આપી એક પણ ફ્લોપ ફિલ્મ

વર્ષ 2017ની સુપરહિટ તેલુગુ ક્લાસિક ફિલ્મ અર્જૂન રેડ્ડીમાં જોવા મળેલી અભિનેત્રી શાલિની પાંડે હવે બોલિવુડમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. અર્જૂન રેડ્ડી ફિલ્મમાં તેનો પ્રિતિનો કિરદાર સૌ કોઈને પસંદ આવ્યો હતો. જેને બાદમાં રિમેક કબીર સિંહમાં કિઆરા અડવાણીએ પ્લે કર્યો હતો.

શાલિની પાંડે રણવીર સિંહ સાથે ‘જયેશભાઇ જોરદાર’ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે. તેણે જણાવ્યું હતું કે, બોલીવૂડ ડેબ્યુ માટે આના કરતા વધુ સારી ફિલ્મ હોઇ ન શકે. ”મને ખુશી છે કે, ફિલ્મના ઓડિશન દરમિયાન નિર્માતા મહેશ શર્મા અને દિગ્દર્શક દિવ્યાંગ ઠક્કરને હું પ્રભાવિત કરી શકી. મેં આ પાત્ર અને ઓડિશન માટે સખત મહેનત કરી હતી. મને આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી છે, તેવો યશરાજ ફિલ્મસ તરફથી સંદેશો મળતાં જ હું ભાવવિભોર થઇ ગઇ હતી. ”

તેણે વધુમાં કહ્યું હતું કે,” પાવરહાઉસ સમાન રણવીર સિંહ સાથે કામ કરવાથી એક આર્ટિસ્ટ તરીકે મારો આત્મવિશ્વાસ વધશે. હું મારા તરફથી ૨૦૦ ટકા યોગદાન આપવાના પૂરા પ્રયાસ કરીશ. ” શાલિનીએ રણવીરના અભિનયના ભારોભાર વખાણ કર્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે, ”મને આશા છે કે, જયેશભાઇ જોરદાર ફિલ્મ કરીને હું વધુ સારી એકટર સાબિત થઇશ.”

શાલિની બોલિવુડમાં પોતાનું ડેબ્યુ તો કરી રહી છે પણ નસીબ સાથ આપે છે કે નહીં તે પણ જોવાનું રહેશે, કારણ કે આ પહેલાં સાઉથની સેક્સીએસ્ટ અને અભિનયમાં પણ એક્કી એવી ઘણી સાઉથની અભિનેત્રીઓ હિન્દી સિનેમામાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે. પણ તેમના લલાટે એક પણ સુપરહિટ ફિલ્મ નથી બોલી અથવા તો માત્ર એક બે ફિલ્મો કરી ફરી સાઉથ સિનેમાની વાટ પકડવાનો વારો આવ્યો. ત્યારે જયેશભાઈ જોરદારથી શાલિનીનું નસીબ જોરદાર ભાગે છે કે નહીં તે જોવાનું રહેશે.

READ ALSO

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari

સમગ્ર દુનિયાને તેલની નિકાસ કરતા લીબિયામાં સેનાએ આ કારણે બંધ કરી તેલની પાઈપલાઈન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!