GSTV
Surat Trending Valsad ગુજરાત ટોપ સ્ટોરી

મેઘો મંડાયો/ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની રમઝટ, સૌરાષ્ટ્રમાં લાંબા બ્રેક બાદ મેઘરાજાની પધરામણી, સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો

વરસાદે

રાજ્યના કેટલાંક વિસ્તારોમાં મેઘો મંડાયો છે ત્યાં હજુ પણ કેટલાંક વિસ્તારો એવા છે જ્યાં વરસાદી માહોલ તો છવાયો છે છતાં પણ હજુ વરસાદે દેખા દીધી નથી. વલસાડના ઉમરગામ પંથકમાં પણ છેલ્લા 4 દિવસથી મેઘમહેર યથાવત છે. ઉમરગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. મહારાષ્ટ્રના ઉપરવાસમાં પણ વરસાદ થવાથી પાણીના વહેણમાં વધારો થયો છે.


દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકામાં ચાર દિવસ થી મેઘ મહેર યથાવત છે.. આજે પણ સવાર થી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. બાજુના મહારાષ્ટ્ર ના ઉપરવાસ માં પણ વરસાદ હોવાના કારણે કુદરતી વહેણ માં પાણી નો પ્રવાહ જોવા મળી રહ્યો છે. વરસાદ નું જોર વધઘટ થતા પાણી રસ્તા ઓ પર ફરી વળ્યા બાદ ઉતરી પણ રહ્યા છે. હાલ વરસાદે ભારે રમજટ બોલાવી હોય વાતાવરણ માં ઠંડક પ્રસરી છેં.

વરસાદ

સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો

ડાંગમા વરસાદે વિરામ લીધો છે.જોકે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પ્રકૃતિ ખીલી ઉઠી છે. સાપુતારાનું સર્પગંગા તળાવ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયુ છે. વઘઇ તાલુકાના અંબિકા નદી પાસેના સૂપદહાડ-સૂર્યા બરડા રોડ, તથા નાનાપાડા-કુમારબંધ રોડ ઉપર હજી પણ વરસાદી પાણી હોવાથી તે રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.

વિરામ બાદ મેઘરાજાની પધરામણી

જૂનાગઢના માંગરોળ અને માળીયા હાટીના પંથકમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઇ. માંગરોળ અને માળીયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે જગતના તાતના હૈયે ટાઢક વળી છે.ખાસતો ખેડુતોનો પાક સુકાતો હતો અને કુવા તળીયા જાટક થયા હતા ત્યારે વરસાદ થતાં ખેડુતોના ઉભા પાકને જીવતદાન મળશે તેવી ખેડુતોએ આશા વ્યકત કરી હતી

  • જુનાગઢ માંગરોળ અને માળીયા હાટીના પંથકમાં લાંબા વિરામ બાદ ગત રાત્રીના ફરીપાછો ધિમીધારે વરસાદ થયો શરૂ
  • લાંબા વિરામ બાદ ફરીપાછો વરસાદ શરૂ થતાં ગત રાત્રીથી સવાર સુધિનો કુલ 33 મી મી વરસાદ નોંધાયો છે
  • ફરીવાર વરસાદ શરૂ થતાં ખેડુતોમાં ખુશી જોવા માળી
વરસાદ

સુરતના છ તાલુકામાં બે ઇંચ, સિટીમાં દોઢ ઇંચ વરસાદ

સુરત શહેર-જિલ્લાના તમામ તાલુકામાં વીતેલા 24 કલાકમાં સરેરાશ એકથી બે ઈંચ જેટલો ધીમી ધારે વરસાદ નોંધાયો હતો. ઉકાઇ ડેમની સપાટી 325.73 ફુટ નોંધાઇ છે. છેલ્લાં કેટલાક સમયથી સુરત સહિત જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી વિરામની પરિસ્થિતિ બાદ મેઘરાજાએ હળવા પગલે મેઘ મહેરનો ત્રીજો રાઉન્ડ શરૃ કર્યો છે. શહેર-જિલ્લામાં સરેરાશ એકથી બે ઇંચ વરસાદ નોંધાયો છે. ફ્લડ કંટ્રોલ શાખાના સુત્રોના જણાવ્યા મુજબ 6 તાલુકામાં અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જ્યારે દિવસ દરમિયાન બારડોલી, કામરેજ, મહુવા, માંડવી, પલસાણા, સુરત સિટીમાં એક ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. જ્યારે ચોર્યાસી, માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા કોરા રહ્યા હતા.

જ્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. હથનુર ડેમમાંથી 40,894 ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી 12,000 ક્યુસેક પાણી છોડાયું હતું. બપોરે 3 વાગ્યા બાદ હથનુરમાંથી પાણી છોડવાનું ક્રમશઃ ઘટાડી 28,375 અને સાંજે 6 વાગ્યે 19,864 ક્યુસેક કરાયું હતું. ઉકાઇ ડેમમાં14,047 ક્યુસેક પાણીની આવક સામે 1000 ક્યુસેક છોડાઇ રહ્યં છ.ે સાંજે ડેમની સપાટી 325.73 ફુટ નોંધાઈ હોવાનું સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ.

સુરત જિલ્લામાં વરસાદ (ઇંચમાં)

પલસાણા 2.6

ઉમરપાડા 2.1

માંગરોળ 2.0

કામરેજ 2.0

માંડવી 2.0

બારડોલી 2.0

ચોર્યાસી 1.2

ઓલપાડ 1.૦

Read Also

Related posts

યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો

Akib Chhipa

GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?

Hardik Hingu

જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

GSTV Web Desk
GSTV