GSTV
Home » News » દ.ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદ : અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી

દ.ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદ : અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી

એક અઠવાડિયાના વિરામ બાદ વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશમાં મેઘરાજાનું આગમન થયું છે. સવારથી જ કાળા ડીબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતું અને જોતજોતામાં કેટલાંક સ્થળે ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો ભારે ઉકળાટ અને અસહ્ય બફારા વચ્ચે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમદાવાદમાં લાંબા સમયના ઉકળાટ બાદ શહેરમાં વરસાદી માહોલ છવાતા અમદાવાદીઓના હૈયે ટાઢક થઈ છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદના મણિનગર, વેજલપુર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો, નોકરીયાતો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો.

અમદાવાદમાં સાંજના સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદના બોપલ, શિલજ, સેટેલાઈટ, સોલા, ગુરુકુળ, આંબાવાડી, નહેરૂનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી.

વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. વાવણીલાયક વરસાદને પગલે ખેડૂતો વાવણીમાં જોતરાયા છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અનેક સ્થળે ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગરના પાલીતાણામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

તો ભારે રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ અમદાવાદમાં એન્ટ્રી કરી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરતા નોકરીયાત વર્ગમાં ઉત્સાહનો માહોલ છવાયો છે અને ઓફીસના કર્મચારીઓ ચાની ચુસ્કી લગાવવા નિકળી પડ્યા. શહેરના થલતેજ, એસજી રોડ, બોપલ અને ઘુમામાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં. શહેરના કેટલાંક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડતા લોકો આનંદીત થઈ ગયા હતાં.

એક અઠવાડિયાના વિરામ બાદ વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશમાં મેઘરાજાનું આગમન થયું છે. સવારથી જ કાળા ડીબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતુ. બપોરના સમયે જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ ઉભું થયું અને કેટલાક સ્થળે ઝાપટાં પડ્યાં હતાં. જેથી સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વાપી અને ઉમરગામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો.

બાબરા ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર

અમરેલી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જીલ્લામાં અનેક સ્થળે ધોધમાર વરસાદ વરસ્યો છે. બાબરા ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર થઈ છે. સાવરકુંડલાના થોરડી, આંબરડી, આદસંગ, દેતડ, દેતલી સહિતના વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકાશમાંથી કાચુ સોનું વરસતા ખેડુતોમાં આંનદ છવાયો છે.

ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભાવનગરના પાલીતાણામાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાલીતાણાના તળાવ વિસ્તાર, ભીડભંજન વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. જોકે અહીં વરસાદ વરસતા જ વીજળી ગુલ થઈ ગઈ હતી. જેથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો.

વેરાવળ સોમનાથમાં મેઘરાજાનું આગમન થતા લોકો ખુશખુશાલ થઇ ગયા છે. છેલ્લા થોડા સમયથી જેની વેરાવળવાસીઓ મેઘરાજાની કાકડોળે રાહ જોઇ રહ્યા હતા. વરસાદ ન હોવાના કારણે લોકો અહીં સતત બફારાનો અહેસા કરી રહ્યા હતા.ત્યારે મેઘરાજાના આગમનની સાથે જ સમગ્ર વેરાવળ પંથકમાં ઠંડકનું મોજુ પ્રસરી જતા લોકોના મિજાજમાં બદલાવ આવી ગયો છે

Related posts

અમદાવાદ પોલીસ નિત્યાનંદ સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરશે, લાલ સહીથી વોન્ટેડ દર્શાવ્યો

Mayur

સુરત : આગને કાબૂમાં લેવા 4 કરોડ લિટર પાણી વપરાયું, બિલ્ડર પાસેથી એક કરોડનો ખર્ચ વસૂલાશે

Bansari

જામનગરમાં ગ્રાહકે પંજાબી ભોજન મંગાવતા જીવાત ફ્રીમાં આવી ગઈ, મેનેજરના આંખ આડા કાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!