GSTV

દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા, સુરતમાં ગરનાળાં ભરાતાં વાહનવ્યવહારને અસર

Last Updated on July 4, 2018 by Karan

સુરતમાં બીજા દિવસે પણ મેઘ- મહેર યથાવત જોવા મળી છે. જેથી શહેરમાં કેટલાક ગરનાળાઓમાં વરસાદી પાણી ભરાયા હતા. બીજા દિવસે પણ મેઘરાજા અવિરતપણે વરસતા લીંબાયત અને ડીંડોલી – નવાગામને જોડતા ગરનાળા પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠી પાણીમાંથી પસાર થવું પડ્યું. ગરનાળામાં ભરાયેલા વરસાદી પાણીના કારણે પેસેન્જર ભરેલા ઓટો રીક્ષા સહિતના વાહનો પણ બંધ પડ્યા હતા.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેશે. આ સાથે સમગ્ર દેશમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે ચોમાસુ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને પશ્ચિમી રાજસ્થાનમાં ચક્રવાતી ક્ષેત્ર છે. જ્યારે મહારાષ્ટ્રથી લક્ષદ્વીપ સુધી સર્જાયેલા હળવા દબાણને કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તેમાં દક્ષિણ ગુજરાતમાં 9 જુલાઈ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી ભારે વરસાદની શક્યતા રહેશે. શહેરમાં આવેલા કોઝવેનું લેવલ 4.88 મીટર રહ્યું છે. ઉકાઈ ડેમ 285.01 ફૂટ છે.

200 કોલ :  એક જ દિવસમાં ડીજીવીસીએલને વિજળી ડુલ થવાનાં 200થી વધુ કોલ મળ્યાં હતાં
પાણી ભરાયા : વરાછા, કતારગામમાં પાણી ભરાયા હતા, તો કાપોદ્રા ઇડબલ્યુ આવાસમાં પણ આ જ સ્થિતિ થઇ હતી.

વૃક્ષ પડયાં : શહેરના વિવિધ વિસ્તારોમાં 15 જેટલી જગ્યાઓ પર વૃક્ષ પડવાની ઘટનાઓ બની હતી.
કોર્ટ પરિસર માં કિચડ : અઠવાલાઇન્સ ખાતે કોર્ટ બિલ્ડિંગના પાર્કિંગમાં પણ કાદવનું સામ્રાજ્ય રહ્યું હતું.

ઝોન પ્રમાણે વરસાદના આંકડા

સેન્ટ્રલ- 27 મીમી

વરાછા- 31 મીમી

રાંદેર- 49 મીમી

કતારગામ- 16 મીમી

ઉધના- 45 મીમી

લિંબાયત- 34 મીમી

અઠવા- 30 મીમી

સુરતમાં સવારે વરસેલા ભારે વરસાદથી વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વરસાદી પાણીમાં સ્કુલ વાન બંધ પડી હતી. જેના કારણે બાળકો અટવાયા હતા અને સ્કુલવાનને ધક્કો મારતા નજરે પડ્યા હતા. સુરતમાં રાત્રીના બાર વાગ્યાથી સવાર ના છ વાગ્યા દરમ્યાન કુલ 13 મિલીમીટર જેટલો વરસાદ નોંધાઇ ચુક્યો છે. અાગામી ત્રણ દિવસ સુધી ગુજરાત હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે આગાહીના પગલે સુરતનું સરકારી તંત્ર પણ સજ્જ છે. સુરત મહાનગરપાલિકા દર વર્ષે પ્રિ- મોન્સૂન ની કામગીરીના મોટા મોટા દાવા કરે છે પરંતુ પાલિકાના આ દાવા તદ્દન પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. જેનો ભોગ સામાન્ય જનતાએ બનવું પડી રહ્યું છે.

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!