GSTV
Gujarat Government Advertisement

તાઉ- તે વાવાઝોડાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યુંઃ સુરત વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, ક્યાંક ચેકડેમના નાળા તોડવા પડ્યા

વરસાદ

Last Updated on May 18, 2021 by Harshad Patel

વિનાશક ‘તાઉ-તે’ વાવાઝોડું ભલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું હોય પણ દક્ષિણ ગુજરાતમાં પણ તેણે પોતાનું રૌદ્ર રુપ દેખાડ્યું છે. સુરત, વલસાડ, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં અને ખાસ કરીને વલસાડ તેની અસરમાંથી બાકાત રહી શક્યું નથી. વલસાડ જિલ્લામાં સોમવારે સાંજથી જ તાઉ-તે વાવાઝોડાની અસર શરૂ થઈ હતી અને આજે સવાર સુધી જોવા મળી હતી. જિલ્લામાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં અસર જોવા મળી છે. તાઉ-તે વાવાઝોડાથી વાતાવરણમાં એકાએક મોટો ફેરફાર આવ્યો છે. મે મહિનામાં વરસાદી વાતાવરણથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે લાખો હેકટરમાં વાવેલા ડાંગર સહિતના પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન સહન થવાનો વારો આવ્યો છે. બાગાયતી પાકોને પણ નુકસાન છતાં જગતનો તાત ચિંતામાં મુકાયા છે.

સુરતમાં તાઉ-તે વાવાઝોડાની અસરને લઈને વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે.આખી રાત ભારે પવન અને વરસાદને લઈ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાના ફાયરને બહુ કોલ મળ્યા હતા અને 150થી વધુ ઝાડ તૂટી પડ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

કાંઠા વિસ્તારના ગામોમાં ભારે નુકસાન જોવા મળ્યું

ઉમરગામ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશયી થયા હતા. વીજપોલ ધરાશયી થવાના કારણે અનેક ગામોમાં વીજળી ગૂલ થઈ હતી.તો વૃક્ષો ધરાશયી થવાના કારણે માર્ગો પણ બંધ થયા હતા. વલસાડ તાલુકાના કોસંબા, તિથલ, માગોળ ડુંગરી, મેહ, સુરવાડા, હિંગળાજ. દાંતી સહિતના કાંઠા વિસ્તારના ગામોમાં ભારે નુકસાન જોવા મળ્યું છે. ક્યાંક ચાલી રહેલા બાંધકામની દિવાલ પડતાં માણસોને ઈજા થઈ હતી.

ભારે પવન સાથે વરસાદ પડતાં કેરી અને ડાંગરના પાકને ઘણું નુકસાન

દાદરા નગર હવેલીમાં સોમવાર રાતથી વીજ પુરવઠો ખોરવાયો હતો. ભારે પવનને લઈને ગ્રામ્ય વિસ્તરમાં જતા મુખ્ય માર્ગો ઉપર તોતિંગ ઝાડ ધરાશય થતા ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ તેમજ ટેલિફોન સેવાને અસર થતાં લોકો સંપર્ક વિહોણા બન્યા હતા. સેલવાસમાં 74mm અને ખાનવેલમાં 83MM વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતાં કેરી અને ડાંગરના પાકને ઘણું નુકસાન થયું છે.

ચેકડેમના દરવાજા બંધ હોવાથી ગામમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા

ઉમરગામના ગોવાળા ખાતે ચેકડેમના દરવાજા બંધ હોવાથી ગામમાં 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં સ્થાનિકો ગભરાઈ ગયા હતા. NDRFની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી ગામ નજીક બનેલા ચેકડેમના દરવાજા ખોલવાના પ્રયાસો કર્યા હતા. વાલ્વ ના ખુલતા JCBની મદદ લઈને ચેક ડેમની દીવાલ તોડીને વરસાદી પાણીનો નિકાલ કર્યો હતો. વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણના ભીમપોર વિસ્તારમાં આવેલી નીના એન્ટરપ્રાઇઝ કંપનીમાં સોમવારે રાત્રે અચાનક આગ લાગી હતી. એક તરફ તોઉ-તે વાવાઝોડુ અને બીજી તરફ દમણની કંપનીમાં આગ લાગતા જોતજોતામાં આગે ભયાનક રૂપ ધારણ કર્યું હતું. આગની ભયાનકતા જોતજોતમાં વધી ગઈ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ રેલવે પોલીસને મળી મોટી સફળતા, 65 લાખના મોબાઇલ, બિયર સાથે બેની ધરપકડ કરી

Zainul Ansari

દેશના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે મોદી સરકાર, MSME સેક્ટરને લઇ રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

Zainul Ansari

ચીની સૈનિકોની તૈનાતીને કારણે જ સરહદે તણાવ, તંગદીલીની પરિસ્થિતિ વચ્ચે ભારતે કપટી ચીનની પોલ ખોલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!