GSTV
Surat Trending ગુજરાત

દક્ષિણ ગુજરાતના ખેડૂતો થઈ થશે બરબાદ : અા રહ્યું સૌથી મોટું કારણ

દક્ષિણ ગુજરાતના શેરડી અને ડાંગરના ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમએ ખેડૂતોના સિંચાઈ માટે મહત્વનો છે. પરંતુ આ વખતે આ ડેમની સપાટી ઓછી થતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને નુકસાન સહન કરવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરના પાકને રૂ.૧,૫૦૦ કરોડનું નુકસાન થવાનો અંદાજ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ખેડૂતોને શેરડીની વાવણી એક મહિનો મોડી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ જોવા મળ્યો નથી. જેથી ઉકાઇ ડેમની સપાટી રૂલ લેવલથી ૩૫ ફૂટ નીચી જતા ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતાઓ છે. જેના કારણે આ વખતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી જરૂરિયાત પ્રમાણે સમયસર મળે નહીં તેવી શક્યતાઓ છે. વધુમાં આ વર્ષે વરસાદ સારી રીતે પડે તો જ ડેમમાં પાણીનો સંગ્રહ થશે અને ડેમની સપાટીમાં પણ વધારો થશે, અને ત્યારે જ ખેડૂતોને સમયસર પાણી મળી રહશે.

હાલમાં ડેમમાં પાણીની અછતને કારણે ખેડૂતોને ફક્ત આઠ કલાક માટે જ  પાણી આપવામાં આવે છે. જેના કારણે હાલમાં ડાંગર અને શેરડીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થઇ રહ્યુ છે. જો આવી પરિસ્થિતિ યથાવત રહેશે, તો ખેડૂતોની હાલત વધુ ગંભીર બનશે. તેમજ સતત ૧૬ કલાક વિજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવે ત્યારે ખેડૂતોને રાહત થાય તેવી શક્યતા છે. હાલમાં સરકાર અને ખેડૂતો બંને વરસાદ પર નિર્ભર રહ્યા છે.

Related posts

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk

ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન

Zainul Ansari
GSTV