GSTV

બૉલીવુડમાં ધમાલ મચાવવા આવી રહ્યા છે આ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ, મોટા એક્ટર્સ માટે ખતરાની ઘંટી

Last Updated on January 4, 2022 by Damini Patel

બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ધાક જમાવવા માટે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સિતારાઓ આવી રહ્યા છે. જલ્દી જ બૉલીવુડના મોટા સ્ટાર્સ પર ખતરો બનવાના છે અને સૌથી મોટો દાવ તો વિજય દેવરકોન્ડા પર રમવામાં આવ્યો છે.

નાગા ચૈતન્ય

નાગા ચૈતન્ય ફિલ્મ ‘લાલા સિંહ ચડ્ડા’થી બૉલીવુડમાં આવશે. આમિર ખાનની આ ફિલ્મમાં કરીના કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થશે.

પ્રિયમણી રાજ

પ્રિયમણી ફિલ્મ ‘મેદાન’માં જોવા મળશે. જેમાં અજય દેવગણ લીડ રોલમાં અને તેઓ એક ફૂટબોલ કોચની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 3 જૂન 2022ના રોજ શરુ થશે.

વિજય દેવરકોન્ડા

‘અર્જુન રેડ્ડી’ સ્ટાર વિજય દેવરકોન્ડા બૉલીવુડ ફિલ્મ ‘લાઇગર’થી એન્ટ્રી કરી રહ્યા છે. એની સાથે ફિલ્મમાં અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટીઝર આવી ગયું છે જેમાં વિજય એક ખતરનાક ફાઈટરના રૂપમાં દેખાઈ રહ્યાં છે.

વિજય સેતુપતિ

વિજય સેતુપતિ ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં કેટરીના કેફ સાથે નજર આવશે. આ ફિલ્મમાં શ્રીરામ રાઘવન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ફિલ્મ મુંબઈકારમાં પણ જોવા મળશે.

નયનતારા

નયનતારા બૉલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મનો ભાગ હશે. ફિલ્મને સાઉથના ફેમસ ડિરેક્ટર ‘એટલી’ડાયરેક્ટ કરી રહ્યા છે.

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાના ફિલ્મ ‘મિશન મજનુ’થી બૉલીવુડમાં ડેબ્યુ કરશે. એની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મમાં લીડમાં જોવા મળશે.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!