GSTV
Astrology Life Photos Trending

Vastu Tips: અશુભ હોય છે દક્ષિણમુખી મકાન અને ઘર, આ કારગર ઉપાય અપાવશે વાસ્તુદોષથી રાહત

વાસ્તુ

વાસ્તુશાસ્ત્રમાં, ઉત્તરમુખી ઘર-દુકાનને સૌથી શુભ માનવામાં આવે છે. બીજી બાજુ, દક્ષિણમુખી ઘર અશુભ માનવામાં આવે છે. જો કે, દરેક વ્યક્તિ આ નિયમનું પાલન કરી શકે તે શક્ય નથી. આવી સ્થિતિમાં, જે લોકોનું ઘર દક્ષિણ મુખી છે, તેમણે વાસ્તુ દોષને દૂર કરવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ. લાલ કિતાબમાં આ માટે ખૂબ અસરકારક ઉપાયો આપવામાં આવ્યા છે. ચાલો દક્ષિણ મુખી ઘરથી થનારા નુકસાન અને તેનાથી બચવાના ઉપાયો જાણીએ.

દક્ષિણ મુખી ઘરમાં રહેવાના નુકસાન

ઘર

મંગળ ગ્રહનો પ્રભાવ દક્ષિણ દિશા પર રહે છે. આવા ઘરમાં રહેતા હોય ત્યારે ભાઈઓ વચ્ચે વિવાદ થાય છે અને ઘરમાં ઝઘડા થાય છે. તેમજ શરીરમાં લોહી સંબંધિત વિકાર થાય છે. જમીનને લઈને વિવાદો પણ થાય છે.

દરવાજા પર હનુમાનજીનો ફોટો લગાવો

હનુમાન

ઘરના દરવાજા ઉપર પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવો. તેનાથી પણ વાસ્તુ દોષ ઘટશે.

લીમડાનું વૃક્ષ વાવો

લીમડો

જો દક્ષિણ મુખી ઘર કે દુકાન હોય તો મુખ્ય દરવાજાથી બમણા અંતરે લીમડાનું વૃક્ષ રોપવું. આમ કરવાથી મંગળનો ખરાબ પ્રભાવ ઘણી હદ સુધી ખતમ થઈ જાય છે. આ સિવાય જો ઘરની સામે મોટું મકાન હોય તો પણ મંગળની અસર ઘણી ઓછી થાય છે.

અરીસો લગાવી લો

જો તમારુ ઘર દક્ષિણ મુખી હોય તો દરવાજાની સામે આદમકદનો અરીસો એવી રીતે મૂકો કે જે વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરે છે તે અરીસામાં સંપૂર્ણ પ્રતિબિંબિત થાય. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે.

ગણેશજીની 2 મૂર્તિઓ સ્થાપિત કરો

ગણેશજીની 2 પથ્થરની મૂર્તિઓ એવી રીતે સ્થાપિત કરે કે તેમની પીઠ એકબીજા સાથે જોડાયેલી હોય. મુખ્ય દરવાજાની મધ્યમાં ઉંબરા પર આવી મૂર્તિ મૂકો. આનાથી ઘરમાં ઝઘડાઓ પણ સમાપ્ત થશે.

Read Also

Related posts

શિક્ષિકા બની છેતરપિંડીનો શિકાર / પાન અપડેટ કરવું મોંઘુ પડ્યું, ખાતામાંથી ઉડી ગયા 1 લાખ

Hardik Hingu

સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી

Zainul Ansari

કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું

Hardik Hingu
GSTV