GSTV
Bollywood Entertainment Photos Trending

સાઉથના આ મજબૂત વિલન એક્ટર પર પડે છે ભારે, હીરોને નાકે લાવી દે છે દમ

ફિલ્મોમાં હીરોની સાથે અન્ય કલાકારો પણ એટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે. કોઈ પણ ફિલ્મને માત્ર હીરો કે હિરોઈનના કારણે જ હિટ જાય તેવું ભાગ્યેજ બને છે. સાથે સહકલાકારોનો ફાળો પણ એટલો જ મહત્વનો હોય છે. જેમાં ફિલ્મની સ્ટોરી અને અન્ય કેરેકટર્સ ટેક્નિકલ ટીમ પણ સામેલ હોય છે. આ બધા સાથે ફિલ્મોમાં એક વધુ મહત્વનું પાત્ર હોય છે વિલનનું તેના વિના ફિલ્મ જોવાની મજા જ મરી જાય છે. સાઉથની ફિલ્મોમાં આવા જ કેટલાક વિલન છે જે હીરો કરતા કદાચ વધુ ફેમસ છે. અને હીરોના નાકમાં દમ લાવી દે છે.

દક્ષિણના લોકપ્રિય ખલનાયક:

પ્રકાશ રાજ તેમના ઉત્તમ પ્રદર્શન માટે જાણીતા છે. સાઉથ સિવાય તેમણે બોલિવૂડમાં પણ પોતાનું પરફોર્મન્સ બતાવ્યું છે. તે જે પણ ફિલ્મમાં ખલનાયક તરીકે દેખાય છે, તે તેની વાર્તામાં જીવ મૂકે છે અને પોતાના અભિનયથી દરેકનું દિલ જીતી લે છે.

સોનુ સૂદ વિશ્વભરમાં વાસ્તવિક હીરો તરીકે ઓળખાય છે. આ સાથે તેણે ઘણી ફિલ્મોમાં હીરોની ભૂમિકા પણ ભજવી છે. પરંતુ હીરો કરતા વધારે તે વિલનના રોલને લઈને ખૂબ ચર્ચામાં રહ્યો છે. બોલિવૂડથી લઈને સાઉથ સુધીના કલાકારોએ વિલન બનીને લોકોના દિલ જીતી લીધા છે.

‘બાહુબલી’ની બંને સિક્વલમાં કામ કરીને, રાણા દગ્ગુબાતી ભલ્લાલદેવના પાત્ર સાથે ઘર-ઘરમાં જાણીતું નામ બન્યું. તેમનું આ પાત્ર લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. લોકો તેને ખૂબ પસંદ કરે છે.

54 વર્ષીય રાહુલ દેવે બોલિવૂડ અને સાઉથ એમ બંને જગ્યાએ પોતાના વિલનના રોલથી લોકોના દિલ જીતી લીધા છે. તે જે પણ ફિલ્મમાં વિલન તરીકે આવે છે તેની વાત અલગ જ બની જાય છે. ઘણા પાત્રો સાથે, તે લોકોને ડરાવે પણ છે.

દક્ષિણના અભિનેતા જગપતિ બાબુએ કારકિર્દીની શરૂઆતમાં હીરો બનીને લોકોના દિલ જીતી લીધા હતા. જોકે, બાદમાં તેણે ફિલ્મોમાં વિલન બનવાનું પસંદ કર્યું અને આજે ઈન્ડસ્ટ્રીના પાવરફુલ વિલનની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

દક્ષિણના અભિનેતા વિજય સેતુપતિની ગણતરી સૌથી ખતરનાક વિલનમાં થાય છે. તેણે ‘વિક્રમ’ અને ‘માસ્ટર’ જેવી ફિલ્મોમાં મજબૂત વિલન બનીને બધાનું દિલ જીતી લીધું હતું. હવે તેની પાસે બોલિવૂડ પ્રોજેક્ટ પણ છે. જેમાં તે ‘જવાન’માં શાહરૂખ ખાન સાથે ટક્કર કરતો જોવા મળશે.

READ ALSO

Related posts

ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી

Vishvesh Dave

Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત

Siddhi Sheth

વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો

Padma Patel
GSTV